લુણાવાડા, તા.૨૨

લુણાવાડા નજીક બુધવારના રોજ એક ગમખ્વાર અકસ્માત બનવા પામ્યો છે. જ્યાં લુણાવાડા તરફથી આવતી કાર અને ટેમ્પો સામસામે ટકરાયાં હતાં એમાં સવાર ૫ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.જ્યારે આ આંક હજુ વધી શકે છે. જ્યારે અન્ય ૧૫થી વધુ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ સહિત ૧૦૮ એમ્બુલન્સ ઘટનાસ્થળ પર પહોંચીને બચાવ કાર્યવાહી હાથ ધરી રહી છે. ટેમ્પો ગઠાથી સાત તળાવ જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગઠા ગામથી સાત તળાવ ગામ પાઘડીએ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં લુણાવાડા તરફથી આવતી કાર અને ટેમ્પો સામસામે ટકરાયાં હતાં. જેમાં ટેમ્પો પલટી ખાતા સ્થળ પર જ ૫ લોકોના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે અને ૧૫ ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. જેને સારવાર માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલ, વિનાયક હોસ્પિટલ સહિતની શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે ૫ જેટલી ૧૦૮ વાન બોલવાઈ છે તેમજ લુણાવાડા પોલીસ, ન્ઝ્રમ્, ર્જીંય્ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યાં છે. આ અકસ્માતમાં મૃત્યુ આંક વધવાની શક્યતા છે.

ન્ઝ્રમ્ અને છઝ્રમ્ની ટીમ ઘટનાસ્થળે પહોંચી મૃતકોને પીએમ અર્થે ખસેડવાની સાથે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ગોધરા ખસેડવામાં આવ્યા છે. હ્લજીન્ દ્વારા ઘટનાની ફોરન્સિક દ્વારા તપાસ હાથ ધરાશે. ઘટનામાં નાનાં બાળકો સહિત ઘણા લોકોને ઈજા પહોંચી છે. જ્યાં હોસ્પિટલમાં જ પરિવારો દ્વારા ઘટનાને લઈ આક્રંદ કરવામાં આવી રહ્યું છે. હાલ જિલ્લા પોલીસ વડા અકસ્માતની જાણ થતાં તેઓ હોસ્પિચલ પહોંચ્યા છે.