લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, જુલાઈ 2026 |
1980
મેઘાલયની રાજધાની શિલોંગમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. શિલોંગના લાપાલાંગ વિસ્તારમાં એક ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટ પર આવેલા કૂવાની અંદર ઝેરી ધુમાડો ભરાઈ જવાના કારણે ગૂંગળામણ થતાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ભયાનક ઘટના શુક્રવારે ઘટી હતી, ત્યારબાદ રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને શનિવારે તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રિનજાહ પોલીસ સ્ટેશન વિસ્તારની અંતર્ગત આવતી એક બાંધકામ સાઇટ પર બની હતી. કૂવામાં જમા થયેલા પાણીને બહાર કાઢવા એટલે કે સાફ કરવા માટે ૪ મજૂરો અંદર ઉતર્યા હતા. પાણી ખેંચવા માટે કૂવાની અંદર જનરેટરની મદદથી પંપ ચલાવવામાં આવી રહ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કૂવાની અંદર જનરેટરમાંથી નીકળેલા ઝેરી ધુમાડા અને ઓક્સિજનની ભારે અછતને કારણે મજૂરો ગૂંગળાવા લાગ્યા હતા અને જાેતજાેતામાં તેઓ કૂવાની અંદર જ બેભાન થઈ ગયા હતા.