ગાંધીનગર-

રાજ્ય સરકારની 5 વર્ષની ઉજવણી બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ કૃષિપ્રધાન આર.સી.ફળદુએ તા.5 મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 125 જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરાવશે. આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. આ સાથે 121 સબ સ્ટેશન તેમજ 561 ફીડર દ્વારા 1400 ગામોના આશરે 1,18,000 ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો થશે. 5 મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 125 જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરાવામાં આવ્યો હતો. "કિસાન સુખી તો જ આપણે સૌ સુખી’ના થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે રાજ્યની રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના અનુસંધાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કચ્છમાં કિસાન સર્વોદય કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધન કર્યું તેમજ કોંગ્રેસ પર પ્રહારો કર્યા.