રાજપીપળા,તા.૧૬

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૩૪.૭૭ મીટરે નોંધાઈ છે.ઉપરવાસના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાના કારણે નર્મદા ડેમમાં હાલમાં સરેરાશ આશરે ૩.૪૩ લાખથી પણ વધુ ક્યુસેક પાણીના જથ્થાની આવક થઈ રહી છે.ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને લીધે ડેમના ૨૩ દરવાજા ૨.૯૦ મીટર સુધી ખોલી આશરે ૪.૫ લાખ ક્યુસેક અને ભૂગર્ભ જળવિદ્યુત મથકમાંથી વિજ ઉત્પાદન બાદ છોડાઈ રહેલા પાણી સહિત કુલ-૪.૯૫ લાખ ક્યુસેક પાણીનો જથ્થો નદીમાં છોડાઇ રહ્યો છે.હાલ નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.નર્મદા ડેમ પર મધ્યપ્રદેશથી પાણીની આવકનું કારણ મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર તવા હોસંગાબાદ ઇન્દિરા સાગર ,ઓમકારેશ્વર તમામ ડેમો ભરાઈ ગયા છે, સાથે સાથે વરસાદ પડે છે એના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની પાણીની આવક વધી રહી છે.નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચવામાં ૪ મીટર બાકી છે.બીજી તરફ પાણીની આવક સતત થતી હોવાના કારણે ૨૪ કલાક વીજ મથક ચાલે છે જેના કારણે અત્યાર સુધીમાં ૧૦૦ કરોડથી પણ વધારે રૂપિયાની વીજળી પેદા થઈ ગઈ છે, મુખ્ય કેનાલની અંદર ૨૦ હજાર ક્યુસેક પાણી સીધું રાજ્યના અનેક વિસ્તારમાં સિંચાઈ અને પીવા માટે આપવામાં આવી રહ્યું છે.સતત પાણીની આવક વધવાના કારણે જે ભરૂચ નર્મદા નદી વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવે છે ખાસ કરીને જે ગામની વાત કરીએ તો નર્મદા ભરૂચ અને વડોદરાના ૬૭ જેટલાં ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં કુલ જીવંત જથ્થો ૪૫૦૨.૫૦ મિલીયન ક્યુબીક મીટર છે.મધ્ય પ્રદેશમાં ભોપાલ, નર્મદા પુરમ, જબલપુર, ગુના, શીવપુરી, સાગર જિલ્લાઓમા સતત વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધી શકે છે.