07, જાન્યુઆરી 2025
1089 |
જેદ્દાહ:સાઉદી અરેબિયાનો ઉલ્લેખ થાય છે ત્યારે મક્કા, મદીના અને રણની તસવીર સામે આવતી હોય છે. પરંતુ હવે, અહીં સ્થિતિ બદલાઈ છે. ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું સર્જન થયું છે. મક્કા અને મદીનાના મોટાભાગના વિસ્તારો તેમા પણ ખાસ કરીને જેદ્દાહ શહેર અને ગવર્નરેટના અન્ય વિસ્તારોમાં કરા અને તોફાન સાથે ભારે વરસાદ થયો હતો. વરસાદ બાદ આવેલા પૂરમાં ઘણું નુકસાન થયું છે. સ્થાનિકો તરફથી મળતા અહેવાલ અનુસાર બુધવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો.
મક્કા મદીના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદે વાતાવરણ બદલી નાખ્યું છે. ભારે વરસાદને કારણે સાઉદીના ઘણા શહેરો પાણીમાં ડૂબી ગયા છે. સપ્તાહ માટે મધ્યમથી ભારે વરસાદ, વાવાઝોડા અને ધૂળના તોફાનની આગાહી કરાઇ છે. વરસાદથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારો અલ-ઉલા અને અલ-મદીનાનો સમાવેશ થાય છે.