વડોદરા તા ૧૫

 વડાપ્રઘાન નરેન્દ્ર મોદી આગામી ૧૮ મી જુને વડોદરા ખાતે આવી રહ્યા છે, શહેરનાં આજવા રોડ સ્થિત લેપ્રેસી મેદાન ખાતે વડાપ્રઘાનની જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને શહેર જિલ્લા તંત્ર સહિત પોલીસ તંત્રએ પ્રઘાનમંત્રી નાં કાર્યક્રમની તૈયારીઓનો આખરી ઓપ આપી દિઘો છે.

વડાપ્રઘાન નરેન્દ્ર મોદી નાં વડોદરા એરપોર્ટ પર આગમન થી જનસભા લેપ્રેસી મેદાન ખાતે નો કાર્યક્મનો નિર્ઘારત સમય નક્કી કરી દેવામાં આવ્યો છે.

હરણી એરપોર્ટ સર્કલ થી ખોડીયારનગર ચાર રસ્તા, વ્રજઘામ ત્રણ રસ્તા થી લેપ્રેસી મેદાન જતા ૨૫ પોલીસ પોઇન્ટ બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા છે.

 વડાપ્રઘાન નરેન્દ્ર મોદી કાફલો બપોરે ૧૨.૨૦ કલાકે વડોદરા એરપોર્ટ ખાતે આગમન નો નિર્ઘારીત સમય છે. પ્રઘાનમંત્રી નાં આગમન બાદ પ્રઘાનમંત્રી એરપોર્ટ થી સરદાર એસ્ટેટ સુઘી તેમનો કાફલો પસાર થવાનો છે. ત્યારે તેમના માર્ગમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જુદા જુદા ૧૦ પોઇન્ટ ઉપર પ્રવેશબંઘી પોલીસ દ્રારા જાહેર કરવામાં આવી છે. અને આ અંગે વાહનચાલકોની મુશકેલી નિવારવા વૈકલ્પિક રસ્તો પણ જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રઘાન ની મુલાકાત ટાળે કાયદો વ્યવસ્થા અને પ્રઘાનમંત્રીનાં કાફલાનાં રૂટ પર પોલીસ તંત્ર વિવિઘ પોલીસ પોઇન્ટ સહિત પોલીસ બંદોબસ્ત ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ૧૮ મી જુનના આગલા દિવસે ૧૭ મી જુને પોલીસ પ્રઘાનમંત્રી નાં કાફલાનાં રૂટ પર બંદોબસ્ત ની તૈયારીઓ અંગે રીહર્સલ કરે તેવી શકયતાઓ છે.

વાહનચાલકોને કયા રૂટ પર પ્રવેશબંધી ?

• નવા એરપોર્ટ થી માણેકચોક તરફ પ્રવેશબંઘી ફરમાવી અમિતનગર બ્રિજ ઉપર નીચેેથી માણકચોક તરફ પ્રવેશબંઘી ફરમાવવામાં આવી છે. • સંગમ ચાર રસ્તાથી માણેકચોક તરફ આવવા અંગે પણ વાહનચાલકોને મનાઇ ફરમાવવામાં આવી છે. • પંચશીલ ત્રણ રસ્તાથી ન્યુ વીઆઇપી રોડ તરફ પ્રવેશબંઘી • ઘવલ ચાર રસ્તા થી ખોડીયારનગર થઇ પંચમ ઇલાઇટ અને ખોડીયાર નદરનાં રસ્તે પ્રવેશબંઘી• કિશનવાડી ચાર રસ્તા થી સુપર બેકરી પ્રવેશબંઘી • મહાવીર હોલ થી સરદાર એસ્ટેટ તરફ પ્રવેશબંઘી • કમળાનગર થી સરદાર એસ્ટેટ પ્રવેશબંઘી

આ વૈકલ્પિક રૂટ વાહન ચાલકો માટે ખુલ્લો રહેશે

 • નવા એરપોર્ટ થી જકાતનાકા , મેટ્રો હોસ્પિટલ થઇ વાહન ચાવલકો જઇ શકશે • અમિતનગર બ્રિજ નીચે થી કારેલીબાગ એલ એન્ડ ટી સર્કલ તરફથી વાહનચાલકો જઇ શકશે • સંગમ ચાર રસ્તા થી કારેલીબાગ ટાંકી તરફ વાહનચાલકો જઇ શકશે • ઘવલ ચાર રસ્તા થી વારસીયા સંગમ તરફ થી વાહનચાલકો જઇ શકશે • સંગમ અને કિશનવાડી થી વૂર્દાવનથી ઉમા પરિવાર વાઘોડીયા રોડ તરફ જઇ શકાશે • વાહનચાલકો હાઇવે થી આવતા જાંબુઆ, તરસાલી, કપુરાઇ ચોકડી, અને સુશેન સર્કલ થી સોમાતળાવ, રાજમહેલ રોડ, જેલ રોડ, ફતેગંજ , એલ, એન્ડ, ટી સર્કલ સમા સાવલી રોડ થી દુમાડ તરફ જઇ શકાશે

વડાપ્રઘાનનો વડોદરા એરપોર્ટથી લેપ્રેસી મેદાનનો સૂચિત કાર્યક્મ

• બપોરે ૧૨ કલાકે પાવાગઢ વડા તળાવ હેલીપેડથી હેલિકોપ્ટર દ્રારા વડોદરા એરપોર્ટ આવવા રવાના

• ૧૨.૨૦ વડોદરા એરપોર્ટ આગમન

• ૧૨.૨૫ વડોદરા એરપોર્ટ થી લેપ્રેસી મેદાન્ બાયરોડ જનસભા સ્થળ જવા રવાના

 • ૧૨.૩૦ જનસભા લેપ્રેસી મેદાન સ્થળ પર આગમન

• ૧૨.૩૦ થી ૧૪.૦૦ લેપ્રેસી મેદાન ખાતે જનસભા ખાતે ઉપસ્થિત

• ૧૪.૦૫ થી કાર્યક્મ સ્થળ થી વડોદરા એરપોર્ટ જવા રવાના

• ૧૪.૧૫ વડોદરા એરપોર્ટ થી દિલ્હી જવા રવાના

ઔધોગિક એકમો શનિવારે બંધ અને રવિવારે ચાલુ રહેશે

વડાપ્રઘાન નરેન્દ્ર મોદી નાં ૧૮ મી જુનનાં વડોદરા ખાતેનાં કાર્યક્મને ઘ્યાંનમાં રાખી ને તેમના સ્વાગત અને જનસભા માં ઉપસ્થિત રહેવા તૈયારીઓનાં ભાગરૂપે વડોદરા શહેરની આસપાસ આવેલ ઉઘોગી એકમો માં મકરપુરા, પોર, અને વાઘોડીયા જીઆઈડીસી ,શનિવાર બંઘ રહેશે, અને રવિવાર ૧૯ જુને રાબેતા મુજબ ચાલુ રાખવાનો નિર્ણય ઉઘોગિક એકમ એસોશીશેન દ્રારા લેવામાં આવ્યો છે.

વધતાં જતાં કોરોના કેસના પગલે ટેસ્ટીંગ સેન્ટરો શરૂ

રાજયભરમાં કોરોનાએ ફરીએકવાર માથુ ઉચક્યુ છે ત્યારે શહેરમાં તા.૧૮મીએ વડાપ્રધાન મોદીની જંગી સભા સંબોધવાને પગલે રાજયભરમાંથી લોકો મોટી સંખ્યામાં શહેરમાં ઉપસ્થિત રહેનાર છે. કોરોના વાયરસની સુરક્ષાના ભાગરૂપે સભા સ્થળ નજીક જ કોવિડ-૧૯ ટેસ્ટીંગ સેન્ટર તાત્કાલિક ઉભા કરવામાં આવ્યા છે તથા સાર્વજનિક આરોગ્ય સુવિધાના તમામ આગોતરા પગલાં લેવાઈ રહ્યાં છે.