આમ તો દરેક શાકભાજી આપણાં સ્વાસ્થ્ય માટે લાભકારી છે પરંતુ પીળું કોળું તાકાત અને પોષકતત્વોથી ભરપૂર છે. ઓછી કેલરી ધરાવતા આ શાકમાં ભરપૂર વિટામિન આવેલાં છે. કોળાનો ઉપયોગ રોજના ખોરાકમાં કરવાથી રોગ દૂર રહે છે. તેના રેગ્યુલર ઉપયોગથી ડાયાબિટીસ, હાર્ટના રોગ દૂર થાય છે ઉપરાંત, વાળ અને સ્કિન માટે પણ ઉપયોગી છે. તેનાથી એનર્જી વધે છે. જાણી લો ફાયદા.

બ્લડપ્રેશર:હાર્ટ માટે કોળું બહુ ઉપયોગી છે. કોળામાં ભરપૂર ફાઇબર્સ છે. વળી, તે પોટેશિયમ, વિટામિન સી હાર્ટ માટે ખૂબ મદદરૂપ છે. વધુ પોટેશિયમવાળાં ફળ ખાવાથી લકવા, મસલ્સલોસ, બોન મિનરલ ડેન્સિટી વગેરે થતાં નથી. વળી, કિડની સ્ટોન પણ ઓગળે છે. 

આંખો માટે:એન્ટીઓક્સીડેન્ટ વિટામિન સી, વિટામિન ઈ અને બીટા કેરોટીન આંખો માટે ખૂબ જ સારાં છે. આંખોની સંભાળ અને ડિજનરેટિવ રોગથી દૂર રહી શકાય છે. બધાં જ વિટામિન કોળામાં છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછાં 3 ફ્રૂટ અને શાકભાજી ખાવાથી ઉંમરને લગતા રોગથી દૂર રહેવાય છે. ફર્ટિલિટી વધારે છે:સ્ત્રીઓ માટે ફર્ટિલિટી વધારે છે જે સ્ત્રીઓ ગર્ભવતી હોય અથવા બાળક લાવવાની ઇચ્છા ધરાવતી હોય તેઓ વધુ આયર્નવાળા ખોરાક સાથે વિટામિન એ ધરાવતું કોળું વાપરે તો તેનાથી ફર્ટિલિટી વધે છે. કોળામાં રહેલું વિટામિન એ ગર્ભાવસ્થા દરમિયાન અને માતાને સ્તનપાનમાં પણ ફાયદો કરે છે. 

ઇમ્યુનિટી વધારે છે:કોળામાં રહેલું વિટામિન સી અને બીટા-કેરોટીન ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. જ્યારે વિટામિન સી અને એ ભેગાં મળે ત્યારે તે ન્યૂટ્રીઅન્ટ્સનું પાવરફુલ કોમ્બિનેશન બને છે. જેથી તેને ખાવાનું રોગો સામે રક્ષણ મળે છે.  

આ રીતે ખાઓ કોળુ:રોજના ખોરાકમાં કોળાનો સૂપ બનાવી શકાય છે. કોળાનો ઉપયોગ દૂધીને બદલે હાંડવામાં કરવાથી હાંડવામાં ગળપણ ઓછું નાખવું પડે છે. પંજાબી શાકમાં જાડી ગ્રેવી કરવા બાફેલું કોળું વાપરી શકાય છે.