06, જાન્યુઆરી 2021
2673 |
નવી દિલ્હી
કોરોના નવા સ્ટ્રેનથી પરેશાન બ્રિટનમાં સાત અઠવાડિયા સુધીનું લોકડાઉન જાહેર કરાયું અને દેશમાં સ્થિતી ગંભીર હોવાને પગલે બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જાેન્સને માંડ ૨૦ દિવસ પછી આવનારા ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન બનવાની અસમર્થતા જાહેર કરી તેને પગલે એવો પ્રસંગ ૫૪ વર્ષોમાં પહેલીવાર બનશે, જ્યારે કોઈપણ વિદેશી રાજદ્વારીની ભારતના પ્રજાસત્તાકદિવસે મુખ્ય મહેમાન તરીકે હાજરી નહીં હોય.
ચાલુ વર્ષે આમ પણ પ્રજાસત્તાકદિન પરેડ અને ઉજવણીના સમયમાં અને રજૂઆત વૈવિધ્યમાં કાપ મૂકવામાં આવ્યો છે ત્યારે થોડા દિવસ અગાઉ બ્રિટિશ પ્રધાનમંત્રીએ છેલ્લી ઘડીએ ભારત આવવાના આમંત્રણને સાદર પરત કર્યું છે. સામાન્ય રીતે આવા પ્રકારના આંતરરાષ્ટ્રીયસ્તરના હાઈ-પ્રોફાઈલ મહેમાન અને સમારંભોની વિગતો મહિનાઓ પહેલાં નક્કી થઈ જતી હોવાને પગલે હવે અન્ય કોઈ દેશના રાજદ્વારી ભારત નહીં આવે એમ મનાય છે, અને તેને પગલે આ વખતે ૧૯૬૬ પછી પહેલીવાર એમ બનશે કે પ્રજાસત્તાકદિનની પરેડ અને ઉજવણી દરમિયાન આ પ્રકારના કોઈ વિદેશી મહેમાન હાજર નહીં હોય.