ભારતમાં સતત બીજા દિવસે કોરોના ના નવા દર્દીઓ 4 લાખ થી પણ વધુ, 3,915 લોકોના મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2021  |   1485

દિલ્હી-

સતત બીજા દિવસે પણ દેશમાં કોરોનાના નવા કેસો ચાર લાખને વટાવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 4,14,188 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3915 લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3,31,507 દર્દીઓ સ્વસ્થ થયા છે. શુક્રવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં કોરોના કુલ 2,14,91,598 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. તે જ સમયે કુલ 2,34,083 લોકો આ રોગને કારણે મૃત્યુ પામ્યા છે. સક્રિય દર્દીઓની સંખ્યા 36,45,164 છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે કોરોનાથી અત્યાર સુધીમાં 1,76,12,351 દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોનાના વધતા જતા કેસો સાથે, રીકવરી રેટ પણ ઘટી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશનો રીકવરી રેટ 81.95 % પર આવી ગયો છે. આઈસીએમઆર અનુસાર છેલ્લા 24 કલાકમાં 18 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. 06 મેના રોજ 18,26,490 પરીક્ષણો કરાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 29,86,01,699 પરીક્ષણો લેવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution