દિલ્હી-

કોરોના મહામારી દરમિયાન લાગુ લોકડાઉનમાં ચાર્ટર્ડ પ્લેનથી ફરનારા આરિસ્સાના એક વન અધિકારી પર તપાસ એજન્સીઓએ ગાળિયો કસવાનું શરૂ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે વન અધિકારીએ પોતાના પરિવાર સાથે એકવાર નહીં, પરંતુ 20 વાર ચાર્ટર્ડ પ્લેનથી પટના, મુંબઈ, દિલ્હી અને પુણેની મુસાફરી કરી હતી. એક કેન્દ્રીય એજન્સીએ ઓરિસ્સા સરકારને વન અધિકારીની યાત્રા વિશે જણાવ્યું હતુ.

ત્યારબાદ બુધવારના ભુવનેશ્વર, મુંબઈ, પુણે, બિહાર અને રાજસ્થાનમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા, જેથી વન વિભાગમાં કાર્યરત એડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર અભયકાંત પાઠકની સંપત્તિઓની જાણકારી મેળવી શકાય. પાઠક 1987ની બેચના આઈએફએસ અધિકારી છે. એક તપાસ અધિકારીએ જણાવ્યું કે, પાઠકના ભુવનેશ્વર સ્થિત ક્વાર્ટર્સ અને ઑફિસમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યું.

આ ઉપરાંત તેમના કેટલાક સંબંધીઓના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા. અધિકારીએ કહ્યું કે, દરોડા પાડવા દરમિયાન મોટી માત્રામાં કૈશ અને દસ્તાવેજ જબ્ત કરવામાં આવ્યા છે. તેમની સંપત્તિ બધુ જ સમેટાઈ ગયા પછી સામે આવી શકશે. અધિકારીએ જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પાઠકે પોતાના દીકરા અને ખુદ માટે 4 પ્રાઇવેટ બોડીગાર્ડ રાખ્યા છે. દરેક બોડીગાર્ડને 50 હજાર રૂપિયા પ્રતિ મહિને સૈલરી આપવામાં આવે છે.

આ ઉપરાંત તેમણે પુણેમાં એક ફાર્મહાઉસ ભાડે રાખ્યું છે, જેનું દર મહિને ભાડું 5 લાખ રૂપિયા છે. સૂત્રોએ જણાવ્યું કે, તપાસ દરમિયાન પાઠકના ભત્રીજાના ત્યાંથી 50 લાખ રૂપિયા કેશ મળી આવ્યા છે. આ ઉપરાંત પુરી જિલ્લાના પિપલી વિસ્તારમાં રહેનારા પાઠકના ડ્રાઇવરના ત્યાંથી પણ મોટી માત્રામાં કેશ મળી આવી છે. તપાસ એજન્સીઓએ પાઠક અને તેમના પરિવાર દ્વારા ઉપયોગ કરવામાં આવતી ૫ મોંઘી ગાડીઓ પણ જબ્ત કરી છે.