લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026 |
વડોદરા |
2772
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ચકાસણી દરમિયાન વોર્ડ નંબર ૧૫માં કોંગ્રેસના સત્તાવાર ઉમેવદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં નહી હોવાથી ટેન્કિકલ કારણોસર ફોર્મ રદ્દ કરતા તેમના સ્થાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારા હિતેશ માછીનું ફોર્મ માન્ય રહેતા હવે આ વોર્ડમાં કોંગ્રેસની પેનલમાંથી હિતેશ માછી નવા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આમ ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થતામોટો ફટકો પડ્યો છે.
વોર્ડ નં-૧૫ના કોંગ્રેસની પેનલના સસ્તાવાર ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ થતા કોંગ્રેસના વોર્ડ-૧૫ની પેનલના ઉમેદવાર આશિષ જાેશી સહિતે વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ ભાજપ પર મિલીભગતનો આક્ષેપ લગાવ્યો હતો. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એસઆઈઆર પ્રક્રિયા બાદ નામ ઉમેરવા માટે છેલ્લા ૧૫ દિવસથી ચૂંટણી અધિકારી અને ડે.મ્યુનિ. કમિશનરને વારંવાર રજૂઆત કરવા છતાં નામ ઉમેરાયું નથી. મતદાર યાદીની પુરવણી-૨ જાહેર ન થતા માત્ર રાજેન્દ્ર બારોટ જ નહીં, પરંતુ અન્ય ૨૫૦૦ થી ૩૦૦૦ મતદારો પણ મતાધિકારથી વંચિત રહેશે. કોંગ્રેસને અગાઉથી જ ફોર્મ રદ થવાની આશંકા હોવાથી તેમણે સાવચેતીના ભાગરૂપે મજબૂત ડમી ઉમેદવારનુ ફોર્મ ભર્યુ હતુ.
જ્યારે ઓબીસી અનામત બેઠક પરથી ફોર્મ ભરનાર રાજેન્દ્ર બારોટે આક્રોશ સાથેજણાવ્યું કે, સત્તા પક્ષ તેમનાથી ડરી ગયો હોવાથી આ પ્રકારના કાવાદાવા કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ભલે હું ચૂંટણી નહીં લડી શકું, પરંતુ હવે અમે એકથઈને ભાજપને હરાવીશું. મારા સ્થાને આવેલા હિતેશ માછીને જીતાડવાની જવાબદારી અમારી છે. મળતી વિગતો મુજબ નવા જાહેર થયેલા ઉમેદવાર હિતેશ માછી અગાઉ ભાજપમાં સક્રિય હતા અને વોર્ડ ૫ તથા ૧૫ માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ પણ લીધો હતો. ભાજપમાં ટિકિટ ન મળતા તેઓ આશિષ જાેષીના સમર્થનમાં કોંગ્રેસમાં જાેડાયા હતા. ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ હવે તેઓ હવે મુખ્ય ઉમેદવાર બની ગયા છે.