રાજ્ય સરકાર દ્વારા દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તાસમંડળની રચના
08, માર્ચ 2024 2277   |  

ગાંધીનગર પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્વપ્રસિદ્ધી પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્ફ્રાગસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ડેવલપમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરાઇ છે.મુખ્યમંત્રી દ્વારા ઓખા અને દ્વારકા નગરપાલિકા ઉપરાંત આરંભડા, સુરજકરાડી, બેટ દ્વારકા સહિતના વિસ્તારો તેમજ શિવરાજપુર અને વરવાળા ગ્રામ પંચાયતોના વિસ્તારો મળીને કુલ ૧૦,૭૨૧ હેક્ટર વિસ્તાર માટે આ “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચનાને મંજૂરીની મહોર મારવામાં આવી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ આ “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ અન્વસયે વિકાસ યોજના-ડેવલપમેન્ટ પ્લાન પણ બનાવશે.એટલું જ નહીં, આવી વિકાસ યોજનાઓથી પ્લાનિંગ પણ થઈ શકશે અને આ વિસ્તારમાં રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, બાગ-બગીચા, ડ્રેનેજ જેવી વધુ આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડી શકાશે.અરબી સમુદ્રના કિનારે અને ગોમતી નદીના કાંઠે વસેલું પ્રાચીન તીર્થ દ્વારકા હિન્દુધર્મમાં ચાર પવિત્રધામ પૈકીનું એક ધામ છે. દ્વારકાધીશ મંદિર ઉપરાંત શંકરાચાર્યના મઠ અને અનેક મંદિરો સાથેનું આ તીર્થક્ષેત્ર ધાર્મિક નગરીની ખ્યાતિ ધરાવે છે. દેશ-વિદેશના કરોડો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન સાથે આસપાસના જાેવાલાયક ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા રહે છે.એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બેટ દ્વારકાને દ્વારકા સાથે જાેડતા બે કિલોમીટરથી વધુની લંબાઈના સુદર્શન સેતુના લોકાર્પણથી વિશ્વભરના પ્રવાસીઓ માટે બેટ દ્વારકાની મુલાકાત પણ વધુ સુવિધાસભર બનાવી છે.આ બે ધર્મસ્થાનો સાથોસાથ અરબી સમુદ્રના કિનારે અને દ્વારકાથી નજીક આવેલો સફેદ રેતી-વાઈટ સેન્ડ અને નિસ્તેજ સાફ પાણી સાથેનો રાજ્યનો એક માત્ર ‘બ્લુ ફ્લેગ બીચ’ શિવરાજપુર પણ પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર છે.

ચૂંટાયેલા ૪ સભ્યો તથા જિ.પં. પ્રમુખને પણ સત્તામંડળમાં નિયુક્તિ કરાશે

રાજ્ય સરકાર દ્વારા દ્વારકા-ઓખા શહેરી વિકાસ મંડળની રચના કરાઇ છે. આ સત્તામંડળના અધ્યક્ષ તરીકે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર જ્યારે મેમ્બર સેક્રેટરી તરીકે દ્વારકા જિલ્લાના અધિક નિવાસી કલેકટર રહેશે. જ્યારે અન્ય સભ્યોમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ, ચીફ ટાઉન પ્લાનર, દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ રહેશે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે ચૂંટાયેલા ૪ સભ્યો તથા જિલ્લા પંચાયતના પ્રમુખને પણ આ સત્તામંડળમાં સભ્ય તરીકે નિયુક્ત કરવાની જાેગવાઈઓ કરાઇ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution