પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન, CM વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો, રાજ્યમાં એક દિવસનો શોક જાહેર 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જાન્યુઆરી 2021  |   2574

ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના  દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ રાજ્યમાં સ્વ.માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. સ્વ. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર  સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રીમંડળની બેઠક ગાંધીનગરમાં મળશે અને આ બેઠકમાં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નિધન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક દિવસનો શોક જાહેર કર્યો છે. જેના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે.  

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution