વડોદરા, તા.૧૭

વડોદરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર કોંગી આગેવાન સુરેશભાઇ પટેલ ને ે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં આર.એસ.એસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા. અને તેમણે કાર્યક્રમમાં પ્રવચન પણ આપ્યું હતું. જેથી તેમને ે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા રાજકીય મોરચે ખળભળાટ મચ્યો છે.

ગુજરાતમાં દિવસેને દિવસે કોંગ્રેસ તુટતી જાય છે. અને એક સાંઘતા તેર તૂટે તેવો ઘાટ ગુજરાત કોંગ્રેસમાં જાેવા મલી રહ્યો છે. મોટા ગજાના અનેક નેતાઓ ભાજપમાં જાેડાઇ ગયા છે. અને કેટલાય હજી જાેડાવવાની તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતી વચ્ચે વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનિયર આગેવાન સુરેશ પટેલને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્શન લેટરમાં કહ્યુ છે કે, તાજેતરમાં વડોદરામાં આયોજિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગના ઉદ્ધાટન પ્રસંગે અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા. એટલું જ નહિ તેમણે પ્રસંગે પ્રવન પણ આપ્યું હતું.આ ઘટનાની પ્રદેશ કક્ષાએ ગંભીર નોંધ લેવાતા તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જાેકે,કોંગ્રેસના સિનિયર અગ્રણી અને પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલને સસ્પેન્ડ કરાતા કોંગ્રેસ વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે.કેટલાક કોંગ્રેસના અગ્રણીઓએ તેમને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે આડકતરી રીતે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

મને આવો કોઈ પત્ર મળ્યો નથી ઃ સુરેશ પટેલ

વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે લોકસત્તા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે,અત્યાર સુઘી મને આવો કોઈ પત્ર મળ્યો નથી.સસ્પેન્ડ કરતા પહેલા ખુલાસો પૂંછવો જાેઈએ, આ પદ્ધતી યોગ્ય લાગતી નથી.તેમણે એમ પણ કહ્યુ હતુ કે, હુ ૩ પેઢી થી કોંગ્રેસમાં છુ અને રહેવાનો છુ.ભાજપમાં જાેડાવવાની કોઈ ઈચ્છા નથી.

પાર્ટીના સિદ્ધાંત વિરુદ્ધ કામ કર્યુ છે ઃ નરેન્દ્ર રાવત

પ્રદેશ કોંગ્રેના અગ્રણી નરેન્દ્ર રાવતે કહ્યુ હતુ કે, તા.૮મીએ વડોદરામાં આર.એસ.એસ,ની કાર્યશાળાનો આરંભ થયો જેના ઉદ્ધાટન પ્રસંગે સુરેશ પટેલ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે આર.એસ.એસ,ની તરફેણમાં વાતો પણ કરી,જે કોંગ્રેસની વિચારઘારા વિરૂદ્ધ છે. જે ચલાવી ના શકાય એ સંદર્ભે પ્રદેશ સમિતીનેે વિગતો મળતા તા.૯મીએજ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ પાર્ટીની શિસ્ત વિરૂદ્ધનુ નહી પરંતુ પાર્ટીના સિદ્ધાંત વિરૂદ્ધનુ કામ કર્યુ છે.જે નિર્ણય લીઘો છે તેને અમે આવકારીએ છે.