પૂર્વ કાઉન્સિલરો, હોદ્દેદારો નિષ્ક્રિય : ફેરણીમાં પાંખી હાજરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026  |   વડોદરા   |   2871

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની આગામી તા.૨૬મી એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે નિશ્ચિત જિત મેળવી કાઉન્સિલર બનાવા માટે ટીકીટ મેળવવા દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. ૧૯ વોર્ડની ૭૬ બેઠકો માટે દરેક વોર્ડ દીઠ સરેરાશ ૪૦ થી ૧૦૦થી વધુએ ભાજપાની ટીકીટ મેળવવા માટે દાવેદારી કરી હતી. જાેકે, ભાજપાની યાદી જાહેર કરાતા ગત ટર્મના ૧૬ અને તે પૂર્વ ૭ કાઉન્સિલરોને ટીકીટ આપવામાં આવી હતી. જ્યારે ૫૩ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું હતુ. જાેકે, ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ ભાજપાના અગ્રણીઓ અને દાવેદારોમાં નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે ભાજપા દ્વારા વોર્ડમાં શરૂ કરાયેલી ચૂંટણી કાર્યાલયો પર અને ફેરણીમાં પણ કાર્યકરો, વોર્ડ સંગઠન અને પૂર્વ કાઉન્સિલરોની ગેરહાજરી કેટલાક સ્થલે જાેવા મળી રહી છે.

સામાન્ય રીતે ચૂંટણી હોય ત્યારે વિશેષ કરીને ભાજપાના ચૂંટણી કાર્યાલયો મોડી રાત સુધી અગ્રણીઓ, કાર્યકરો, વોર્ડના હોદ્દેદારોની ભીડ જામેલી જાેવા મળતી હોય છે. જાેકે, આ વખતે ઉમેદવારોના નામો જાહેર થાય તે પૂર્વે ભાજપા દ્વારા વડોદરા કોર્પોરેશનના તમામ ૧૯ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કરી દીધા હતી. આ કાર્યાલયો પર ઉમેદવારોના નામો જાહેર થાય તે પૂર્વે દાવેદારો, વોર્ડ સંગઠનના હોદ્દેદારો સહિતની ભારે ભીડ જાેવા મળી હતી. પરંતુ ઉમેદવારોના નામોની યાદી જાહેર થતા કેટલાક વોર્ડમાં વિરોધ સાથે રજૂઆત શહેર ભાજપાના પ્રમુખને કરવામાં આવી હતી. પરંતુ કેટલાક વોર્ડમાં જે દાવેદારો કપાઈ ગયા તે અને તેમના સમર્થકો નિષ્ક્રિય થયેલા હાલ જાેવા મળી રહ્યા છે.

ભાજપા દ્વારા બુથ લેવલ, પેજ કમિટી સહિતનું મજબુત સંગઠન છે. ત્યારે ઉમેદવારોના નામોની જાહેરાત બાદ નારાજગી સાથે કેટલાક અગ્રણીઓ, કાર્યકરો નિષ્ક્રિય થઈ જતા ચૂંટણી પ્રચાર માટે શરૂ થયેલી ફેરણીઓમાં કાર્યકરોની સંખ્યા જાેતા સ્પષ્ટ જણાઈ રહ્યું છે. જ્યારે કેટલાક વોર્ડમાં કપાઈ ગયેલા પૂર્વ કાઉન્સિલરોની પણ ગેરહાજરી જાેવા મળી રહી છે. જ્યારે રાત્રીના સમયે દરેક વોર્ડમાં શરૂ કરવામાં આવેલી ચૂંટણી ઓફિસોમાં પણ અગાઉની ચૂંટણીઓમાં જે કાર્યકરોની ભીજ જામેલી જાેવા મળતી હતી. તેટલી ભીડ જામેલી જાેવા મળતી નથી.

જાેકે, નારાજ કાર્યકરોને ધારાસભ્યો,ભાજપાના અગ્રણીઓ દ્વારા મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ નારાજ કાર્યકરો માની રહ્યા નથી. ત્યારે કેટલાક વોર્ડમાં કાર્યકરોની નારાજગીને લઈ નિષ્ક્રિયતાના કારણે પરીણામોમાં તેની અસર જણાય તેવી ચર્ચા ભાજપાના કાર્યકરોમાં થઈ રહી છે. જાેકે, સર્વાધિક કાર્યકરો ધરાવતી પાર્ટી ભાજપા દ્વારા ચૂંટણીમાં ગત ટર્મ કરતા વધુ બેઠકો જીતવા માટે એડીચોટીનું જાેર લગાડવામાં આવ્યું છે. પરંતુ હજુ ચૂંટણીને લઈ લોકોમાં અત્યારસુધી કોઈ રસ જાેવા મળી રહ્યો નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution