દીવ-

કોરોના મહામારીએ ગુજરાત સહિત ભારતમાં હાહાકાર મચાવી દીધો છે. ભારતના પાડોશી દેશો પણ કોરોનાની સ્થિતિ જાેઈને મદદ માટે હાથ લંબાવ્યો છે. કોરોનાએ અનેક રાજનેતાઓના જીવ લીધા છે, ત્યારે આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વધુ એક વિકાસ પુરુષે ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. આ વિશે જાણવા મળી રહ્યું છે કે સંઘપ્રદેશ દમણ-દીવના માજી સાંસદ ડાહ્યાભાઈ પટેલનું મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. પ્રદેશના વિકાસ કામોમાં હંમેશા અગ્રેસર રહેતા ડાહ્યાભાઇ પટેલના નિધનને પગલે પ્રદેશવાસીઓમાં શોકની કાલિમા પ્રસરી ગઇ છે.