વડોદરા, તા. ૨૧

અલકાપુરી વિસ્તારમાં આવેલી રહેતા મેડીકલ કોલેજના એકસ ડીન સાથે ઓનલાઇન ઠગાઇનો કિસ્સો સામે આવ્યો છે. તેમના મોબાઇલ પર ઓટીપી આવ્યો હતો જે આપ્યા બાદ તેમના ખાતામાંથી લાખો રુપીયા ઉપડી ગયા હતા.

મેડીકલ કોલેજના એકસ ડીન અને અલકાપુરી વિસ્તારમાં રહેતા કમલ જયંતીલાલ પાઠક સાથે ૧.૪૨ લાખ રુપીયાની ઓનલાઇન ઠગાઇ થયાની ફરીયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશમાં નોંધાઇ હતી અને જણાવ્યુ હતુ કે , ગત ૨૨ ઓકટોબર ૨૦૨૨ના રોજ સવારે તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો જેમા સામેવાળાએ જણાવ્યુ હતુ કે ફોન પે કસ્ટમર સર્વિસમાંથી અવિનાશ મલ્હોત્રા બોલુ છુ તેમ કહી તેની ઓળખાણ આપી હતી. તેમજ તેણે જણાવ્યુ હતુ કે તમારુ એસબીઆઇ બેંકનુ ક્રેડીટ કાર્ડ બંધ કરવાનુ છે, તેથી તમારા ડેબિટ કાર્ડનો નંબર આપો જેથી ડીન કમલ પાઠકે તેમના ક્રેડિટ કાર્ડનો નંબર આપ્યો હતો. ત્યારબાદ સાયબર ઠગે કમલ પાઠકને ફોન કરીને જણાવ્યુ હતુ કે તમારા મોબાઇલ પર એક ઓટીપી આવ્યો છે જે મને આપો જેથી તેમણે સાયબર ઠગને ઓટીપી આપતા કમલ પાઠકના ખાતામાંથી ૭૦ હજારથી વધુનુ ટ્રાન્જેકશન થયુ હતુ. જયારે કમલ પાઠકે રુપીયા કપાઇ જતા સાયબર ઠગને પુછતા ઠગે જણાવ્યુ હતુ કે આ રુપીયા તમારા ખાતામાં પાછા ડેબિટ થઇ જશે હુ તમને આવતી કાલે કોલ કરીશ તેમ જણાવ્યુ હતુ. ત્યારબાદ સાયબર ઠગે બીજા દિવસે ફોન કર્યો હતો અને તેણે બીજાે એક ઓટીપી આપ્યો હતો અને તે પણ ફોન પર જાણીને ૯ હજાર નવસો નવ્વાનુના પાંચથી વધુ ટ્રાન્જેકશન થયા હતા તેમાંથી ૯૨ હજારથી વધુ રુપીયા ઉપડી ગયા હતા ત્યારબાદ મેડીકલ કોલેજના ડીન કમલ પાઠકને જાણ થઇ હતી કે તેમની જાેડે ફ્રોડ થઇ રહ્યુ છે ત્યાર સુધી સાયબર ઠગે તેમના ખાતામાંથી ૧.૪૨ લાખથી વધુ ઉપાડી લીધા હતા. જેથી કમલ પાઠકે આ અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ઠગાઇની ફરીયાદ નોંધાઇ હતી.