કેનેડા પર વિદેશીઓ કબજાે કરી રહ્યા હોવાનો પૂર્વ મંત્રીનો આરોપ
30, જુન 2024 990   |  

ઓટ્ટાવા:  કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાન પ્રેમી શીખ મંત્રીને આપેલા જૂના આદેશને લઈને કેનેડાનું રાજકારણ ગરમાયું છે. કેનેડાના વિપક્ષી નેતાએ દેશ પર વિદેશીઓ દ્વારા કબજાે કરવાનો આરોપ લગાવ્યો છે. ટ્રૂડો સરકારના આ મંત્રીની કાર્યવાહીને લઈને કેનેડિયન આર્મીમાં પણ નારાજગી છે. કેનેડિયન મીડિયા આઉટલેટ ગ્લોબ એન્ડ મેલે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે ૨૦૨૧માં, જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોની પીછેહઠ પછી અમેરિકન અને કેનેડિયન આર્મી ઓફિસર્સ દેશ છોડી રહ્યા હતા, ત્યારે દેશના ડિફેન્સ મિનિસ્ટર હરજીત સિંહ સજ્જને સેનાને પહેલા અફઘાન શીખોને પરત લાવવા માટે આદેશ આપ્યો હતો. તેના પર બર્નિયરે આરોપ લગાવ્યો છે કે કેનેડાની સરકાર તેના નાગરિકોની અવગણના કરીને જે લઘુમતી હતી તે સમુદાયના લોકોને ખુશ કરવામાં લાગેલી છે.

ગ્લોબ એન્ડ મેલે તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે સજ્જને અફઘાનિસ્તાનમાં કેનેડિયન વિશેષ દળોને ૨૨૫ અફઘાન શીખોને બચાવવાનો આદેશ આપ્યો હતો. અફઘાનિસ્તાનમાં હાજર શીખોના સંપર્કમાં રહેલા એક જૂથ દ્વારા સજ્જનને તેમનું સ્થાન અને અન્ય માહિતી પૂરી પાડવામાં આવી હતી, જે તેમણે આર્મી સાથે શેર કરી હતી. મીડિયા રિપોર્ટમાં સૈન્ય સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કે અફઘાન શીખોને પ્રાથમિકતાથી બહાર કાઢવાનો આદેશ એવા સમયે આપવામાં આવ્યો હતો જ્યારે બચાવ ફ્લાઈટ્‌સ સમાપ્ત થઈ રહી હતી.

આ રિપોર્ટ આવ્યા બાદ પીપલ્સ પાર્ટી ઓફ કેનેડાના નેતા અને દેશના પૂર્વ વિદેશ મંત્રી મેક્સિમ બર્નિયરે ટ્રૂડો સરકાર પર પ્રહારો કર્યા છે. તેણે કેનેડાની સરકાર પર ખાલિસ્તાનીઓને ખુશ કરવા માટે તેના નાગરિકોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. બર્નિયરે કહ્યું કે વિદેશી લોકો દેશ પર કબજાે જમાવી રહ્યા છે, કારણ કે સત્તામાં રહેલા રાજકારણીઓ સતત વંશીય લઘુમતીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે કેનેડિયન રાજકારણ પર વિદેશી પ્રભાવને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે.

ટ્રૂડો ખાલિસ્તાન પ્રત્યેના પ્રેમને લઈને ઘેરાયેલાબર્નિયરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે ‘જ્યારે તાલિબાને ૨૦૨૧માં સત્તા સંભાળી, ત્યારે રક્ષા મંત્રી હરજીત સજ્જને (જે પોતે શીખ છે) અફઘાન શીખોને બચાવવા માટે વિશેષ દળોને નિર્દેશ આપ્યો હતો.

હવે આ અફઘાન શીખોનો કેનેડા સાથે કોઈ સંબંધ નહોતો છતા આ કામગીરી કરાયાનો ઉલ્લેખ કરાયો હતો.’ તેણે આગળ લખ્યું કે, ‘મંત્રીએ માત્ર શીખ વિદેશીઓને અન્યો કરતાં પ્રાધાન્ય આપ્યું એટલું જ નહીં, ચૂંટણી પ્રચારની શરૂઆતમાં આવું થયું હતું.’ મેક્સિમે આરોપ લગાવ્યો કે શાસક નેતાઓ શીખોને વોટ બેંક તરીકે જાેતા હતા. વળી આજે મોટા પાયે ઇમિગ્રેશન, આત્યંતિક બહુસાંસ્કૃતિકવાદ અને વંશીય લઘુમતીઓના સતત તુષ્ટિકરણને કારણે વિદેશીઓ શાબ્દિક રીતે આપણા દેશ પર કબજાે કરી રહ્યા છે.’

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution