અમદાવાદ-

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કનોડિયાનું નિધન થયુ છે. મહેશ કનોડિયા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. મહેશ કનોડિયાનું ગાંધીનગરમાં નિધન થયુ છે. મહેશ-નરેશની જોડીએ દેશ વિદેશમાં અનેક મ્યુઝિકલ કાર્યક્રમો આપ્યા છે. મહેશ કનોડિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક માનવામાં આવતા હતા. તે ત્રણ વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 

ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે ગરબા, લોકસંગીત, અને અન્ય ગેરફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે "અપૂર્વ કન્નસુમ" નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. "નીલી આંખે" નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે. નરેશ કનોડિયા પણ છે હોસ્પિટલમાં દાખલ છે. મહેશ કનોડિયાના ભાઇ નરેશ કનોડિયા પણ કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ છે. થોડા સમય પહેલા નરેશ કનોડિયાના મોતની અફવા પણ ઉડી હતી. જોકે, તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ સ્પષ્ટતા કરી હતી કે મારા પિતાજી એકદમ સ્વસ્થ છે અને અફવાઓ ઉપર કોઇએ ધ્યાન ના આપવુ.