રાજકોટ-

ગુજરાત પ્રદેશ કંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં અર્જુન મોઢવાડિયાની જીભ લપસી હતી અને કહ્યું હતું કે, સી.આર. પાટીલ બાપની ફેક્ટરી હોય તેમ વર્તન કરે છે. તેમજ સી.આર. પાટીલને ધણખૂંટ કહ્યા હતા. હુની ચેતવણી હોવા છતાં કોઇ જ પગલા લેવાયા નથી અર્જુન મોઢવાડિયાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વર્તમાન કોરોનાના સંક્રમણને લઇને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓને મોતના સોદાગર કહ્યાં હતા. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, હુની ચેતવણી હોવા છતાં કોઇ જ પગલા લેવાયા નથી. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. સી.આર. પાટીલ ધણખૂંટની જેમ શિંગડા ભરાવે છે.

અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર આંકડાઓ ખોટા જાહેર કરે છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટમાં ૨૦૦થી વધુ મૃતદેહો પડેલા છે. જેથી અંતિમવિધિ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. તેમજ લોકોને ઓક્સિજનના બાટલા મેળવવા અને રિફીલિંગ કરવા માટે રઝળપાટ કરવો પડે છે. રિફીલિંગમાં પણ લાંબુ વેઇટિંગ ચાલે છે. સવારે આપો તો સાંજે બાટલો રિફીલિંગ થઈને આવે છે. અર્જુન મોઢવાડિયાએ ભાજપ અને મોદી પર આક્ષેપો લગાવ્યા હતા. બાદમાં સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રાજુ ધ્રુવે અર્જુન મોઢવાડિયાએ કરેલા ભાજપ અને મોદી પર આક્ષેપો ફગાવી દીધા હતા. કોંગ્રેસ પોતાની વાણી વિલાસ છોડી સરકારની મદદ કરે. સરકાર હંમેશા કામ કરે છે અને કરતી રહેશે. કોંગ્રેસ હતાશ થવાથી તેની વાણીમાં ફેરફાર થયો છે તેવું જણાવ્યું હતું. અર્જુન મોઢવાડીયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધ્યા બાદ સિવિલ હોસ્પિટલની મુલ્કાતે પહોંચ્યા હતા. અહીં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે દર્દીઓની સારવાર અંગે ચર્ચા કરી હતી. તેઓની સાથે કોંગ્રેસના મહિલા નેતા ગાયત્રીબા વાઘેલા, અશોક ડાંગર સહિતના આગેવાનો જાેડાયા હતા