પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીના ફેફસાંમાં ઇન્ફેક્શન, સ્થિતિ વધુ બગડી
20, ઓગ્સ્ટ 2020 495   |  

દિલ્હ-

ફેફસાંના ચેપ પછી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે આ માહિતી આપી હતી. પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજની સર્જરી કરાવી હતી. આ અગાઉ પ્રણવદાનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું કે, પ્રણવજી હજી પણ વેન્ટીલેટર પર છે. પ્રણવ મુખર્જીના પુત્ર અને પૂર્વ સાંસદ અભિજિત મુખર્જીએ કહ્યું કે, પિતાની સ્થિતિમાં સુધારણાના સકારાત્મક સંકેત છે. હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું છે કે, 'પ્રણવ મુખર્જીની હાલત થોડી ખરાબ થઈ ગઈ છે કારણ કે તેમને ફેફસામાં ચેપ લાગ્યો છે. તેઓ હજી પણ વેન્ટીલેટર પર છે અને નિષ્ણાતોની ટીમ તેની સારવાર કરી રહી છે. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રિસર્ચ અને રેફરલ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિની તબિયત લથડતી જાય છે. હોસ્પિટલે કહ્યું કે, પ્રણવદાને ફેફસાંમાં ચેપ લાગ્યો છે,

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution