પૂર્વ કેન્દ્રિયમંત્રી મેનકા ગાંધી આજે કાર્યકર્તા સંમેલન અને જાહેરસભાને સંબોધન કરશે
27, માર્ચ 2023 2475   |  

વડોદરા, તા.૧
શહેરની માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલના સમર્થનમાં પૂર્વ hhકેન્દ્રિયમંત્રી મેનકા ગાંધી આવતીકાલે વડોદરા ખાતે આવી રહ્યાં છે. પર્યાવરણવાદી અને જીવદયાપ્રેમી એવાં પૂર્વ કેન્દ્રિયમંત્રી મેનકા ગાંધી શુક્રવારના રોજ સાંજે ૭.૩૦ કલાકે સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ માંજલપુર ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલનને સંબોધન કરશે. ત્યાર બાદ સાંજે ૮ કલાકે માણેજા ક્રોસિંગ બળિયાદેવ મંદિર પાસે જાહેરસભાને સંબોધન કરશે. અગાઉની વિધાનસભાની સાત સાત ચૂંટણીઓ લડીને જંગી બહુમતી સાથે વિજયી બનતા યોગેશ પટેલના અગાઉની તમામ ચૂંટણીઓમાં પ્રચાર માટે પૂર્વ કેન્દ્રિયમંત્રી મેનકા ગાંધી આવી ચૂકયાં છે. આ વખતે પણ સતત આઠમી વખત સમર્થન માટે અગાઉની પરંપરાને નિભાવવા ખાસ વડોદરા આવી રહ્યાં છે. ઉપરાંત મેનકા ગાંધી તા.૩ ડિસેમ્બર ને શનિવારના રોજ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે માંજલપુરના ઉમેદવાર યોગેશ પટેલના સમર્થનમાં યોજાનાર જંગી વિજય સંકલ્પ મહારેલીમાં ભાગ લેશે. વિધાનસભા વિસ્તારના વિવિધ રૂટો પર ફરનારી આ વિજય સંકલ્પ મહારેલીની શરૂઆત સવારે ૯.૩૦ કલાકે પંચશીલ મેદાન, સરસ્વતી ચાર રસ્તા ખાતે મેનકા ગાંધી ફલેગ ઓફ કરી પ્રારંભ કરાવશે અને યોગેશ પટેલને મત આપવા અપીલ કરશે.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution