દલિત યુવકને જાહેરમાં માર મારી વીડિયો બનાવનાર મહિલા સહિત ચારની ધરપકડ 
24, ડિસેમ્બર 2022

વડોદરા, તા. ૨૩

ભાયલી સેવાસી કેનલ રોડ પર આવેલ બ્રોડ વે બિલ્ડીંગ પાસે પોતાની મિત્ર સાથે બેસેલા યુવક પર સાત જેટલા અજાણ્યા હુમલાખોરે માર મારી તેનો માર મારતો વિડીયો ઉતારી વાયરલ કરનાર ઇસમોને તાલુકા પોલીસે ચાર હુમલાખોર સહિત એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

દલિત યુવક પોતાની મિત્ર સાથે ભાયલી સેવાસી કેનાલ પાસે બેઠો હતો ત્યારે ત્યા અજાણ્યા સાત જેટલા સખ્સો આવ્યા હતા અને સાતે જણાએ કોઇ કારણ વગર કોમેન્ટનુ ખોટુ બહાનુ આગળ ધરીને જાહેરમાં જાતિ પ્રત્યે અપમાનિત કરી ખરાબ ગંદી ગાળો, બોલી પટ્ટા વડે શરીરે માર મારી શરીરમાં તેમજ માથાઓમાં ઇજાઓ પહોચાડી હુમલાખોરે જણાવ્યુ હતુ કે જાે તુ પોલીસ ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપતા તાલુકા પોલીસે અજાણ્યા સાત હુમલાખોરો વિરુધ્ધ ગુનો નોધી અલગ અલગ પોલીસની ટીમો બનાવી તપાસ કરતા ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી તેમજ સીસીટીવી ફુટેજના તપાસ કરતા આ ગુનામાં સંડોવાયેલા આરોપી પૈકી પિયુષ મદનસિંહ રાઠોડ, પ્રણવ પ્રકાશભાઇ મેકવાન, મહિપાલ રોનકભાઇ ચાવડા, તુષાર ભરતભાઇ સોલંકી સહિત એક યુવતી ધરપકડ કરવામાં આવી છે. જયારે ભોગ બનનાર અલ્પેશ જાેડે બેસનાર યુવતી મળી આવેલ નથી. ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા તેમણે જણાવ્યુ હતુ કે અલ્પેશે ખરાબ કોમેન્ટ કરતા તેને સબક શિખડાવવા તેણે પોતાના સાગરીતો મારફતે અગાઉથી જ નકકી કરેલ હતુ તે મુજબ તેણે અન્ય સહ આરોપી સાથે કાવતરુ રચી માર મારી વિડીયો બનાવી વાયરલ કરેલ હોવાનુ તેઓની પુછપરછમાં જણાવ્યુ હતુ. જેથી યુવતી બાળ કિશોરને જુવેનાઇલ જસ્ટીસહોમ ખાતે મોકલી આપવામાં આવેલ તેમજ બાકીના આરોપીને કોવિડ-૧૯ રીપોર્ટ નેગટીવ આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution