વડોદરા, તા. ૧૧
સાવલીમાં આવેલી સાંઈ હોસ્પિટલની નીચે ગત ધુળેટીના દિવસે દુકાનદારો વચ્ચે મોટેથી ટેપ વગાડવાના મુદ્દે થયેલી બોલાચાલીમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના ભાઈ સહિત ચાર જણાએ દુકાનદાર અને તેના પુત્રને માર માર્યો હતો. આ હુમલામાં દુકાનદારને આંખમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ બનાવની ઈજાગ્રસ્ત દુકાનદારે સાવલી પોલીસ મથકમાં ધારાસભ્યના ભાઈ સહિત ચારેય હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતા જ ચારેય આરોપીઓ પલાયન થઈ ગયા છે.
સાવલીમાં ભાલાવાડી ખડકીમાં રહેતા અને સાવલીમાં સાંઈ હોસ્પિટલની નીચે ભાડાની દુકાનમાં ટ્રાન્સપોર્ટેશનનો વ્યવસાય કરતા ૫૬ વર્ષીય અનિલભાઈ પ્રેમશંકર મિસ્ત્રીએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ‘ગત ૮મી તારીખે ધુળેટીની રાત્રે મારા પુત્ર ચિંતન સાથે મોટેથી ટેપ વગાડવાના મુદ્દે પાડોશી દુકાનદાર ચેતન વાળંદે ઝગડો કર્યો હતો જેમાં ત્યાં હાજર સંદીપ મહેન્દ્રભાઈ ઈનામદારે મારા પુત્ર સાથે મારામારી કરતા તે દુકાન ખુલ્લી મુકીને નાસી ગયો હતો. મને દુકાન બંધ કરવા માટે ફોન કરતાં હું દુકાન બંધ કરવા માટે જતાં ત્યાં હાજર સંદીપ ઈનામદાર તેમજ ચિંતન બારોટ, ચેતન વાળંદ અને હિરેન વાળંદે મને અપશબ્દો બોલી માર માર્યો હતો. હું જમીન પર પડી જતાં ચેતન વાળેત તેનો બેલ્ટ મને મારતા મારા હાથપગમાં ઈજાઓ પહોંચી હતી અને ઉક્ત ચારેય જણાએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મને આંખમાં ગંભીર ઈજા થતાં વડોદરામાં આંખની સુપર સ્પેશ્યાલી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.’ આ ફરિયાદના પગલે પોલીસે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના ભાઈ સંદિપ મહેન્દ્ર ઈનામદાર (કેતનફાર્મ ,પોઈચારોડ) તેમજ સાવલીના જશોદાનગરમાં રહેતા ચિંતન બારોટ, ચેતન વાળંદ અને હિરેન વાળંદ સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments