જમ્મુ કશ્મીર-
જમ્મુ કશ્મીરના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે,જેમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીની ધરપકડ કરવામાં આવી છે.હાલ, આતંકિયો પાસેથી મોટી માત્રામાં હથિયાર મળી આવ્યા છે.અહેવાલોનું માનીએ તો,15 ઓગસ્ટ પહેલા મોટા હુમલાની આતંકીઓનું આયોજન હોવાનું સામે આવી રહ્યું છે. સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસે જૈશના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે. આતંકવાદીઓએ સ્વતંત્રતા દિવસ પર મોટરસાઈકલ આઈઈડીનો ઉપયોગ કરીને હુમલો કરવાની યોજના બનાવી હતી પરંતુ પોલીસે તેમની યોજના પર પાણી ફેરવી દીધું છે. જમ્મુ પોલીસે જૈશના 4 આતંકવાદીઓ અને તેમના સહયોગિઓની ધરપકડ કરી છે.
Loading ...