વલસાડ, વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ચણોદ ગામે રૂા.૩૬૩.૯૫ લાખના ખર્ચે વિવિધ ચાર જેટલા આંતરિક રસ્‍તાઓના નવીનીકરણ કામગીરીનું ખાતમુહૂર્ત વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. ચણોદ ખાતે આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલા રસ્‍તાઓમાં ૧.૪૦ કિ.મી.નો ચણોદ એપ્રોચ સી.સી. રોડ રૂા.૨૨૦.૨૩ લાખ, ચણોદ ડુંગી ફળિયાથી વાપી નગરપાલિકાને જાેડતો નરેશભાઇ હળપતિના ઘર સુધીનો .પ૦ કિ.મી. રસ્‍તો રૂા.૪૯.૮૧ લાખ, ચણોદ ડુંગી ફળિયાથી સ્‍મશાનભૂમિ સુધી ૦.૬પ કિ.મી. રોડ રૂ.૪૯.૩૯ લાખ ચણોદ પાયોનીયર બેકરીથી અંબાજી માતા મંદિર સુધીનો ૦.૩પ કિ.મી. રોડ રૂા.૪૪.પ૩ લાખના કામોનો સમાવેશ થાય છે. ગામનો સર્વાંગી વિકાસ થાય તે માટે નાણાપંચ હેઠળ વસતિના ધોરણે ગ્રાન્‍ટની ફાળવણી ગ્રામ પંચાયતોને આપવામાં આવે છે. પાણીને વિકાસનો આધાર બનાવીને ઘરે-ઘરે, ગામેગામ પૂરતું પીવાનું પાણી મળે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાના કામો રાજ્‍યભરમાં શરૂ થયા છે. વલસાડ જિલ્લાના ધગડમાળ ખાતે પણ રૂા.૧૪૧ કરોડના ખર્ચે પાંચ પાણી પુરવઠા યોજનાનું ભૂમિપૂજન મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે કરવામાં આવનાર હોવાનું તેમણે વધુમાં જણાવ્‍યું હતું.આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે વાપી વિસ્‍તારમાં થયેલા વિકાસકાર્યોની રૂપરેખા આપી ગામમાં થતા વિકાસ કાર્યોમાં સૌના સહયોગની અપેક્ષા વ્‍યક્‍ત કરી હતી. પ્રજાકીય પ્રશ્‍નોના નિવારણ માટે રાજ્‍ય સરકારે અનેકવિધ કાર્યક્રમોના આયોજનો કર્યાં છે. સ્‍થાનિક પરિસ્‍થિતિનો ખ્‍યાલ રાખી વિકાસના કાર્યોનાં આયોજન કરવામાં આવી રહયા છે.