વડોદરા, તા.૧૦

સાવલી ના પરથમપુરા પાસે સામંતપુરા ગામની સીમમાં આવેલ ઈંટોના ભઠઠ્ઠામાં બનાવેલ પાણી ની ટાંકી ફસડાઈ ને તૂટી પડતા કપડા ધોતી ચાર મહિલાઓ દબાઈ જતા બેનું કરુણ મૃત્યુ નીપજયું છે જ્યારે બે ગંભીરને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી છે

મળતી માહિતી પ્રમાણે સાવલીના પરથમપુરા પાસે વિટોજ ગામ નજીક સામંતપુરા ગામની સીમમાં ફતે આલમ પઠાણનો ઈંટો નો ભઠ્ઠો આવેલો છે જેમાં અસંખ્ય મજૂરો કામ કરી રહ્યા છે આ મજૂરોને ઘર વપરાશ માટે તેમજ કપડાં ધોવા માટે પાણી સંગ્રહ નો જમીન પર હોજ બનાવેલો છે આજરોજ બપોરના સમયેમજૂરી અર્થે આવેલ મજૂરો પૈકી ચાર મહિલા ઓ કપડાં ધોઇ રહી હતી ત્યારે અચાનક પાણીનો હોજ ફસડાઇ પડતા દુર્ગાપુર યુપીના અલીગઢ જીલ્લાના ખેરાલુ તાલુકામાં રહેતા બબલી દેવી પ્રેમ પ્યારેલાલ જાટવ, ૫૭ વર્ષના યુપીના મજુરા જીલ્લાના રેશુગડીમાં હાલ રહે પરથમપુરા રહેતા ગીતા દેવી રતિલાલ જાટવ, પરથમપુરામાં રહેતા ૨૫ વર્ષીય રુકમણી ચંદ્રપાલ ઝાતવ હાલો,પરથમપુરામાં રહેતા પૂરન દેવી સોહનલાલ જાટવ હોજ નીચે દબાઈ જવા પામ્યા હતા. આ બનાવને પગલે બુમાં બૂમ થતા આજુબાજુમાં કામ કરતા મજૂરો દોડી આવ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત ચારે ય મહિલાઓને સાવલી જન્મોત્રી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બબલી દેવી તેમજ ગીતા દેવી ને મૃત જાહેર કર્યા હતા જ્યારે રુકમણી દેવી ને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા જ્યારે પૂરનદેવી જાટવને સારવાર આપીને ડિસ્ચાર્જ કરી હતી સાવલી પોલીસે હાલ અકસ્માત મોત રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતક મહિલાઓને પીએમ કરાવી મોતનું ચોક્કસ કારણ શોધવા તજવીજ હાથ ધરી છે જ્યારે બે મજુર પરિવારોની મહિલાઓના મૃત્યુ નિપજતા ભઠ્ઠા પર કામ કરતા મજૂર વર્ગ માં શોકની લાગણી પ્રસરી ગઇ છે