લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026 |
1980
ગાંધીનગર જિલ્લાની નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર કાળમુખી બની છે. એક દિવસમાં જ કેનાલમાં ડૂબવાથી મોતના મામલે બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. એક ભાઈને ડૂબતો જાેઈ તેને બચાવવા જતાં બીજાે ભાઈ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બે યુવકોના મૃતદેહ હાથ લાગ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલી રહી છે. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાથપગ ધોવા જતાં પગ લપસ્યો ને ડૂબ્યા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ બનાવ લીંબડીયા અને કરાઈ વચ્ચે વલાદ પાસે બન્યો હતો. મૂળ ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા કેનાલ કાંઠે ગયા હતા. આ દરમિયાન હાથપગ ધોવા જતાં એક યુવકનો પગ લપસી ગયો હતો. તેને ડૂબતો જાેઈ બીજાે યુવક બચાવવા માટે પાણીમાં પડ્યો હતો. એક ભાઈની લાશ મળીને એકની શોધખોળ પરંતુ પાણીના જાેરદાર પ્રવાહમાં બંને યુવકો લાપતા થઈ ગયા હતા. ફાયર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં સુનિલ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે રોશનની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. ભાઈને ડૂબતો જાેઈ બચાવવા જતાં બીજાે ભાઈ પણ પાણીમાં ગરકાવ બીજી ઘટના દહેગામ નરોડા હાઈવે પર રાયપુર નજીક બની હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો નિખિલ જયંતિભાઈ વાઘેલા કોઈ કારણસર પરિવારથી રિસાઈને ઘરેથી નીકળી ગયો હતો અને રાયપુર પાસેની કેનાલમાં ઝંપલાવી દીધું હતું. તેને રોકવા અને બચાવવા પાછળ આવેલો તેનો ભાઈ પણ તેને બચાવવા કેનાલમાં પડ્યો હતો. નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી જ્યારે એકનો પત્તો લાગ્યો નથી જાેતજાેતામાં બંને ભાઈઓ આંખના પલકારે પાણીમાં અદ્રશ્ય થઈ ગયા હતા. આ મામલે ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી છે, જ્યારે તેના ભાઈનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.