ધામોદ,

આજ કાલ આપણે દુનિયાને જોઇએ છે તો મનમાં થાય છે કે માનવતા મરી પરવારી છે, કોઇ કોઇને બે પૈસાની મદદ કરવા તૈયાર નથી, મદદ તો છોડો બીજા પાસે જે છે તેને પણ પચાવી પાડવા માણસ અધીરો બની છે. પણ અમુક વાર એવા કિસ્સા સામે આવે છે કે દુનિયા પર ફરી એક વાર વિશ્વાસ કરવાનુ મન થાય છે

મધ્ય પ્રદેશના ધામોદના કોટાતાલા ગામ મહત્તમ મુસ્લીમ વસ્તી ધરાવે છે.તે ગામના ઇસાર ખાનના પિતાને લગભગ 43 વર્ષ પહેલા પાસેના જંગલ માંથી મધમાખીના ડંખોથી ઘાયલ એક આધેડ સ્ત્રી મળી હતી. સ્ત્રીને પોતાના નામ પંચુબાઇ સિવાય કંઇ યાદ નહોતુ તેથી ઇસાર ખાનના પિતાએ તેમને પોતાના ઘરે રાખવાનુ નક્કી કર્યુ. ઇસાર ખાનના પિતાના નિધન પછી ઇસાર ખાન અને તેમના પત્નીએ પંચુ બાઇની સેવા કરી હતી. આખુ ગામ તેમને માસી કહીને બોલાવતુ હતુ. પરીવારે 43 વર્ષ સુધી પંચુબાઇની સેવા કરી. લોકડાઉન દરમ્યાન પંચુબાઇના ફોટો સોશ્યલ મીડીયા પર વાઇરલ થયા ત્યારે નાગપુરમાં રહેતા પુથ્વી કુમાર સિંદે પોતાની દાદીને લેવા કોટાતાલા પહોચ્યા.

ગામમાં દુખનો મહોલ હતો દરેક ગામવાસી પંચુબાઇને પ્રેમ કરતા હતા ઇસારખાન અને તેમની પત્નીની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા, દરેક ગામવાસીને આંખમાં આસુ હતા.

ઇસાર ખાને પોતાના પિતાના સંસ્કાર જાણવ્યા,કોઇ પણ સ્વાર્થ વગર પંચુ બાઇની સેવા કરી. દેશને ઇસાર ખાન અને તેના પિતા જેવા માણસોની જરુર છે જે ધર્મથી ઉપર ઉઠે અને માનવતાની સેવા કરે દેશની સેવા કરે.