અમરેલી-

હું તારુ સંકટ દૂર કરીશ તેવું કહીને તાંત્રિક વિધિના નામે બગસરાના પીઠડીયા ગામના ખેડૂત પાસેથી ૨૪.૮૦ લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી ૫ વ્યક્તિઓની ઠગ ટોળકીને અમરેલી એલ.સી.બીએ ઝડપી પાડી છે. ૧૫.૬૮ લાખનો મુદામાલ પણ ઝડપી પાડ્યો છે. ત્યારે કોણ હતા, આ સંકટ મોચક ઠગ બાજાે અને કઈ રીતે લોકોને ફસાવતા હતા અંધશ્રદ્ધાની માયાજાળમાં તે આ ઘટનામાં પર્દાફાશ થયો છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના ભોગ બનાનાર એક ખેડૂત જયંતીભાઈ વશરામભાઇ પીપળીયાના ઘરમાં સુખ શાંતિ રહેતી ન હોવાથી તેમજ તેમના પત્નીને માનસિક રીતે બીમાર રહેતા હોવાથી પરેશાન હતા,

તેવામાં દસેક માસ પહેલા તેઓના ઘરે ત્રણ જેટલા અજાણ્યા ઈસમો કેસરી કલરના ભગવા વસ્ત્રો પહેરીને આવેલા જેમાંથી એક વ્યક્તિએ તેનું નામ વઘાસીયા બાપુ કહીને કચ્છથી પરિક્રમા માટે ચાલીને જૂનાગઢ જઈ રહ્યા છે તેમ કહીને જયંતીભાઈ તેમજ તેમના પત્નીના માટે હાથ મૂકીને આશીર્વાદ આપી ઘરમાંથી સંકટ દૂર થશે અને પત્ની બીમારી પણ દૂર થશે તેવા આશીર્વાદ આપ્યા હતા. તારા માથે દેણું ખુબ વધ્યું છે અને તમારી જમીનમાં કાંઈક મેલું છે તે માટે પરિવારના સુખ માટે માતાજીની વિધિ કરવી પડશે. તેવું જણાવી વિશ્વાસમાં લઈને કાવતરું રચી વિધિ કરવાના બહાને ચીટીલા ખાતે બોલાવી અવાવરું જગ્યા પર વિઘી કરવા માટે વઘાસીયા બાપુ તેમજ તેના ગુરુ સહીત એક છોકરો વિધિ વખતે જમીન પર પડી ગયેલ અને વિધિ અવળી થઇ તેવું કહીને અલગ-અલગ જગ્યા પર બલાવી ધાર્મિક વિધિના ભણે કટકે-કટકે કરી રોકડ રૂપિયા ૯ લાખ તથા સોનાના દાગીનાઓ જેની

કિંમત ૮૦ હજાર સહીત કુલ ૯ લાખ ૮૦ હાજર પડાવ્યા હતા.ત્યારબાદ જમીન મેલી છે તેમ કહીને જમીન વેચાવી જમીનના આવેલા ૧૫ લાખ સિદ્ધ કરવાનું કહીને કુવાડવા ગામ નજીક આવેલા ખોડિયાર માતાજીના મંદિર પાસે બોલાવી ખેડૂતને વિશ્વાસમાં લઈને પૈસા પડાવ્યા હતા. જેથી કુલ મળીને રૂપિયા ૨૪.૮૦ લાખ ખેડૂત પાસેથી પડાવી ઠગ બાજાેની ગેંગે પડાવ્યા હતા. આ અંગે બગસરામાં પોલીસ સ્ટેશનમાં ખેડૂતોએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરુ કરી હતી.