ભૂજ, કચ્છ જિલ્લામાં આવેલા મોટા ભાડરા ગામે લગભગ ૨૦૦૦ એકર સરકારી પડતર જમીનના બોગસ દસ્તાવેજાે બનાવવામાં આવ્યા હતા. આ બોગસ દસ્તાવેજાેના આધારે મૂળ કચ્છ ગામ ગાંધીધામના શાંતિલાલ પટેલ અને એમના સગાવાલાઓ પાસેથી રૂા.૨૦ કરોડ ખંખેરી લેનાર પ્રવિણ લોડાયા અને પ્રતાપ ઠક્કર વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શાંતિલાલ પટેલે ગુજરાત રાજ્યના સીઆઇડી ખાતાના અધિક પોલીસ મહાનિર્દેશક ટીસ બીસ્ટને કરેલી ફરિયાદ કરી હતી. જેના આધાર પુરાવાની તપાસ કરીને બાદ બોગસ દસ્તાવેજના આધારે વેચવામાં આવેલી સરકારે જમીન પડતર જમીનની તપાસનો લેખિતમાં હુકમ કરતાં હાહાકાર મચી જવા પામ્યો હતો.  કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જાેશીએ જણાવ્યું હતું કે આ મામલે પુરેપુરી તપાસ કરવામાં આવે તે માટે સીઆઇડીને અરજી પણ કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાંતિલાલના જમાઇ સંજય અને દિકરી મયૂરી સોનેતાને કહ્યું હતું કે કચ્છમાં કોઈપણ તાલુકામાં જાે સસ્તા ભાવે જમીન મળતી હોય તો અમને કહેજાે.ત્યારે મૂળ અબડાસા કચ્છના વતની પણ હાલ મુંબઈના બિલ્ડર પ્રવિણ હંસરાજ લોડાયા કચ્છમાં જમીન લે વેચણો ધંધો પણ કરે છે. ત્યારે બોગસ દસ્તાવેજાેના આધારે શાંતિલાલને લખપત તાલુકાના મોટા ભાડરા ગામે આવેલી રૂા.૨૦ કરોડની સરકારી પડતર જમીન વેચાતી દેનારે કચ્છના વતની પ્રતાપ ઠક્કરની ઓળખાણ પોતાના ભાગીદાર તરીકે બતાવીને એની નામે કરવામાં આવી હતી.પાવર નામું બતાવી એક એકરના રૂા.૧ લાખના હિસાબે મોટા ભાડરાની ૨૦૦ એકર સરકારી પડતર જમીન રૂા.૨૦ કરોડમાં વેચાતી આપી હતી. પૈકી જમીન લે વેચનો ધંધો કરનાર પ્રવિણ લોડાયા અને પ્રતાપ ઠક્કરે ફરિયાદી શાંતિલાલ નાનજી પટેલ અને એમના સગાવાલાઓ પાસેથી જમીન વેચાણના ટોકન રૂપે સૌપ્રથમ રૂા.૨ કરોડ અને ત્યારબાદ રૂા.૧૮ કરોડ એમ કુલ રૂપિયા ૨૦ કરોડ લીધા હતા.જાે ૨૦ કરોડ રૂપિયા આપ્યા જમીન પોતાનાને નામે ન થતાં શાંતિલાલ પટેલે મહેસુલી તંત્રની કચેરીએ જઇને આ અંગે તપાસ કરી હતી કે આ જમીન પ્રવિણ લોડાયા અને પ્રતાપ ઠક્કરને હતા કે કેમ ? તો તેમણે જાણવા મળ્યું હતું કે જે ૨૦૦૦ એકર જમીન વેચવામાં આવી છે. તે જમીનના દસ્તાવેજાે બોગસ છે. ત્યારબાદ શાંતિલાલ અને તેમની દિકરી અને જમાઇએ લખપત ખાતે આવેલી મામલદાર કચેરીમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ જમીન સરકારની માલિકીની પડતર જમીન છે. આ અંગે જાણીને તેમના પગ નીચે જમીન સરકી ગઇ હતી. પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ શાંતિલાલ પટેલ અને તેમની દિકરી અને જમાઇએ મૂળ કચ્છના પણ હાલે મુંબઈ રહેનાર બિલ્ડર પ્રવીણ હંસરાજ લોડાયા અને મૂળ કચ્છ ગામ સુરજપરના પ્રતાપ ઠક્કર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી સીઆઈડી ક્રાઈમના નાયબ પોલીસ અધિક્ષક એ.એ. સૈયદને તપાસ સોંપાઈ છે. જેથી ૨૦ કરોડનું મસમોટું કૌભાંડ કચ્છમાં થયું હોવાને કારણે કચ્છ સહિત ગુજરાતમાં હાહાકાર મચી જમા પામ્યો છે.