લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, એપ્રીલ 2026 |
3564
૩૦ એપ્રિલે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે. પી. નડ્ડાએ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ૨.૦ હેઠળ ભારતના ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે નવી રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ નીતિ પાછળ ગુજરાતના વિસનગરના જાેષી પરિવારની આઠ વર્ષની મહેનત છે. પરિવારની બે દીકરીઓએ ડૉ. સ્મિતાબેન જાેષી તથા ડૉ. શુક્લાબેન રાવલે ગુજરાત જ નહીં, ભારતભરના ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિ:શુલ્ક ઇન્સ્યુલિન સહિતની સારવાર મળે તે માટેનું બીડું ઝડપ્યું હતું. એ વાત પણ ખાસ છે કે અમેરિકા પણ ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને મફતમાં ઇન્સ્યુલિન આપતું નથી, જ્યારે ભારતમાં હવે દરેક બાળકને આ સારવાર સરકારી હૉસ્પિટલમાં ફ્રીમાં મળશે.આ નીતિ હેઠળ હવે ભારતની તમામ સરકારી જિલ્લા હૉસ્પિટલમાં વિના મૂલ્યે ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા બાળકોને ફ્રી ઈન્સ્યુલિન ઉપરાંત ફ્રી ગ્લુકોમીટર, ફ્રી સ્ટ્રીપ્સ, પ્સ, ફ્રી લેબોરેટરી ટેસ્ટ, ફ્રી મેડિકલ ચેકઅપ ફોર કોમ્પલીકેશન્સ જેવી સુવિધા મળશે. આ ઉપરાંત ભારતભરમાં આંગણવાડી તથા શાળાોમાં સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.