નવી દિલ્હી, કોરોના મહામારી પછી હવે ગુજરાત સહિત દેશ ધીરેધીરે પાટા પર ચઢી રહ્યો છે. અત્યારે તહેવારોમાં પણ સરકાર કોવિડ ગાઈડલાઈન્સ સાથે મનાવવાની છૂટ આપી રહી છે. આ તમામ વાતો વચ્ચે ભીષણ ભૂકંપમાં તહસનહસ થઇ ગયેલા ગુજરાતના પ્રસિદ્ધ રણોત્સવનું આયોજન થઈ રહ્યું છે. જાે તમે પણ કચ્છમાં ઉજવાતા સફેદ રણોત્સવમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને મેળ પડી રહ્યો નથી તો આ અહેવાલ તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે.જાેકે, ઈન્ડિયન રેલવે તમારા માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. તમારા બજેટમાં રણોત્સવ ફરવાનો મોકો મળી રહ્યો છે. જેના હેઠળ તમે ખુબ જ ઓછા રૂપિયામાં ગુજરાતનો રણોત્સવ જાેઈ શકો છો. તો આવો જાણીએ કો કેવી રીતે ભારતીય રેલવેની શાનદાર પેકેજમાં તેનો લાભ ઉઠાવી શકાય છે. આ ખાસ પેકેજમાં તમને ૪ રાત્રિ અને ૫ દિવસ રણોત્સવ ફરવાનો મોકો મળી રહ્યો છે. ૫ દિવસની ટૂરમાં તમને ગુજરાતના દેશ વિદેશમાં જાણીતા રણોત્સવને ફરવાનો સોનેરી અવસર તમારે દ્વારે આવ્યો છે. તેમાં ટૂરિસ્ટો ગુજરાતના પ્રસિદ્ધ કચ્છ ફેસ્ટિવલ અને રણોત્સવની મુલાકાત લઈ શકશો, જે ગુજરાતની વિવિધ સાંસ્કૃતિક પરંપરાની અનોખી અભિવ્યક્તિ છે. તેના અનન્ય વંશીય સંવાદ અને ઉત્સવ માટે જાણીતું છે.ગુજરાતના રણ ઉત્સવમાં તમને કારીગરો અને શિલ્પકારોની રચનાત્મકતા, લોક સંગીત અને પરફોર્મેન્સની સાથે સાથે વિભિન્ન સાંસ્કૃતિક વિવિધતા જાેવા મળશે. તેના માટે ટૂરિસ્ટોને મહારાષ્ટ્રના મુંબઈથી ટ્રેન પકડવી પડશે, જ્યાં તમને ભુજ, રણોત્સવ ટેન્ટ સિટી, કચ્છનું સફેદ રણ અને સનસેટ પોઈન્ટ જેવા સ્થળોને જાેવા મળશે.ૈંઇઝ્ર્ઝ્રના રણોત્સવ પેકેજમાં મુસાફરોને સફર દરમિયાન ડીલક્સ ટેન્ટમાં છઝ્ર સ્ટે અને ફૂડ પણ મળશે. આ પેકેજમાં એકવાર પૈસા જમા કરાવ્યા પછી, તમારું જમવાનું અને રહેવાનું બન્ને ફ્રી મળશે. ૈંઇઝ્ર્ઝ્રના રણોત્સવ પેકેજની ખાસિયત છે કે તેના શરૂ થયાના ૩૦ દિવસ પહેલા બુકિંગ કેન્સલ કરાવશો તો મુસાફરોને ૫ ટકા ચાર્જ કપાશે. તેના સિવાય ૨૯થી ૧૧ દિવસની વચ્ચે બુકિંગ કેન્સલ કરાવશો તો ૨૫ ટકા વ્યાજ કપાશે. જ્યારે ૧૧ દિવસથી ઓછા સમયમાં બુકિંગ કેન્સલ કરાવશો તો તમારા એક પણ રૂપિયા પાછા મળશે નહીં, એટલે કે યોગ્ય સમયે બુકિંગ કેન્સલ કરાવશો તો તમને પૈસા પાછા મળશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments