ફ્રાન્સ

કોરોના વાયરસના સતત વધતા જતા કેસોને કારણે ફ્રેન્ચ ઓપન ટૂર્નામેન્ટ એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. આ ઘટનાને લગતા એક સ્ત્રોતે આ વિશે માહિતી આપી હતી. ૨૩ મેથી યોજાવાની હતી જે હવે ૩૦ મેથી યોજાશે. અગાઉ ફ્રેન્ચ રમત ગમત પ્રધાન રોક્સાના મરાસિનીયુએ કહ્યું હતું કે કોરોના વાયરસના નવા કેસોમાં વધારો થવાને કારણે ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમ મુલતવી રાખી શકાય છે.

રોક્સાનાએ 'ફ્રાંસ ઈન્ફો રેડિયો સ્ટેશન' ને કહ્યું "અમે તેમની સાથે (ફ્રેન્ચ ટેનિસ ફેડરેશન) સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે શું આપણે તારીખોમાં ફેરફાર કરવો જોઈએ કે જેથી તે તમામ રમતો અને મોટી સ્પર્ધાઓ ફરીથી શરૂ થવાની સાથે યોજાય." ફ્રાન્સમાં શનિવારથી ત્રીજા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન શરૂ થઈ ગયું છે અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ કહ્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે તે મેના મધ્ય ભાગમાં સમાપ્ત થઈ જશે. જ્યારે રોલેન્ડ ગેરા ૨૩ મેથી શરૂ થવાની છે અને ૬ જૂન સુધી ચાલશે. રોગચાળાને કારણે ટૂર્નામેન્ટ ૨૦૨૦ માં ચાર મહિના માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.