૧ જૂનથી ગેસ સિલિન્ડરથી લઈ બેંક સંબંધિત આ નિયમોમાં મોટો ફેરફાર થશે,
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, મે 2024  |   2376


નવીદિલ્હી,તા.૨૬

દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઘણા મોટા ફેરફારો થાય છે. હવે મે મહિનો પૂરો થવાનો છે. થોડા દિવસોમાં જૂન મહિનો શરૂ થશે. ૧લી જૂનથી ઘણા મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. આ ફેરફારોમાં ગેસ સિલિન્ડરની કિંમતોથી લઈને બેંકોને લગતા નિયમો વગેરેનો સમાવેશ થાય છે. તમારા માટે આ બધા ફેરફારોથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે.

દેશમાં દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતો બદલાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. કંપનીઓ ૧૪ કિલોના ઘરેલુ અને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે. આ સાથે સીએનજી અને પીએનજીના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં પહેલી જૂને ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ૧ જૂને ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે.

ેંૈંડ્ઢછૈંએ આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની તારીખ ૧૪ જૂન સુધી લંબાવી છે. આધાર ધારકો સરળતાથી આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરી શકે છે. જાેકે, ઓફલાઈન અપડેટ માટે એટલે કે આધાર સેન્ટર પર જવા માટે પ્રતિ અપડેટ ૫૦ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

દેશમાં ડ્રાઇવિંગ માટેની ઉંમર ૧૮ વર્ષ છે. જાે ૧૮ વર્ષથી ઓછી ઉંમરનો સગીર વાહન ચલાવશે તો તેને ભારે દંડ ફટકારવામાં આવશે. જાે કોઈ સગીર વાહન ચલાવતો જાેવા મળે તો તેને ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આ સિવાય સગીરને ૨૫ વર્ષની ઉંમર સુધી લાઇસન્સ નહીં મળે. દેશમાં ૧ જૂનથી ટ્રાફિક નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો જૂનથી અમલમાં આવશે. જાે કોઈ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને ભારે દંડ ભરવો પડશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જૂન મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરી છે. આવતા મહિને ૧૦ દિવસ બેંક રજા રહેશે. સાપ્તાહિક રજાના કારણે બેંકો ૬ દિવસ બંધ રહેશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution