વડોદરા : હજારોના જીવ લેનાર મહામારીએ બે વર્ષ દરમ્યાન સર્જેલી ભયાવહસ્થિતીમાંથી ધીરેધીરે પરીસ્થિતી થાળે પડી રહી છે અને આવતીકાલથી શરુ થઈ રહેલાં “નવરાત્રી પર્વ”ની ઉજવણી માટે લોકોમાં ફરી એક વાર ઉત્સાહ દેખાઈ રહ્યો છે. લાંબી મથામણ બાદ કડક ગાઈડલાઈનના અમલના આગ્રહ સાથે નવરાત્રી પર્વ માટે સરકાર દ્વારા અનુમતી આપાતા જ “ગરબા નગરી” તરીકે જાણીતા વડોદરાના ખૈલયાઓ થનગનવા માંડયાં છે. આ વર્ષે શેરી ગરબાને મંજુરી મળતા લોકોમાં આંનદનો માહોલ જાેવા મળી રહ્યો છે. પ્રાચીન પંરપરા પાછી ફરી રહી હોવાનો અહેસાસ કરાવતી આ નવરાત્રીમાં યુવાનો સાથે વૃધ્ધ મહિલાઓમાં પણ આંનદનો માહોલ જાેવા મળી રહ્યો છે.ગરબા રસીકો દ્વારા ખરીદીની શરુઆત કરી દેવાતા બજારોમાં ભારે ભીડ જાેવા મળી હતી. નવાબજારમાં અવનવા પ્રકારના કેડિયા , ચણિયાચોલી તેમજ સુશોભનની વસ્તુઓની ખરીદી માટે લોકો બજારોમાં ઉમટી પડતા બજારોમાં રોનક જાેવા મળી હતી. તે સાથે જ માતાજીની મુર્તિઓ અને ગરબી પણ બજારમાં વેચાણ માટે મુકવામાં આવ્યા હતા. ખૈલયાઓ નવાપુરા , મંગળ બજાર સહિતની બજારોમાં કેડિયા , ચણિયાચોલી અને ગૃહ સુશોભનની વસ્તુઓની ખરીદી માટે નીકળી પડ્યા હતા. તે સાથે જ માતાજીની મુર્તિઓ અને ગરબીનું વેંચાણ પણ શરુ કરી દેવામાં આવ્યુ હતું. તે સાથે કલાકારો દ્વારા સુંદર માતાજીની મુર્તિઓને આખરી ઓપ આપતા નજરે પડ્યા હતા. આસો સુદ એકમ મા આદ્યશક્તિની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રી. કાલથી શરુ થતા નવરાત્રીના તહેવારની અનેક લોકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.ગત વર્ષે કોરોના મહામારીના કારણે નવરાત્રી ઉજવવાની પરવાનગી ન મળ્યા બાદ આ વર્ષે માત્ર શેરી ગરબાને પરવાનગી મળતા અનેક લોકો ખુશ થયા હતા. પરવાનગી મળવાની સાથે જ બજારોમાં રોનકનો માહોલ જાેવા મળ્યો હતો. અનેક લોકો ચણિયાચોલી , કેડીયા તેમજ ગૃહ સુશોભનની વસ્તુઓ ખરીદવા માટે નિકળી પડ્યા હતા. તે સાથે અનેક શેરીઓ નવરાત્રી પૂર્વે જ આયોજન કરવામાં જાેડાઈ ગયા હતા. સાઉન્ડ સીસ્ટમ માટે અગાઉ થી જ બુકિંગ કરાવી દેવામાં આવ્યું હતુ.ં તે સાથે ખાણી –પીણી માટે પણ વિવિધ કેટરીંગમાં ઓર્ડરો આપી દેવામાં આવ્યા હતા. કલાકારો દ્વારા માતાજીની મુર્તિઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યા છે. તમામ પૂર્વ તૈૈયારીઓ ચાલુ હતી ત્યા જ સમી સાંજે વાવાઝોડા સાથે વરસાદ ખાબકી પડતા આયોજકો સહિતના લોકોમાં નારાજગી જાેવા મળી હતી. ખૈલયાઓમાં પણ વરસાદ વિધ્નરુપ ન બને તેનો ભય જાેવા મળ્યોે હતો.
થીમ આધારિત પહેરવેશ અને ટેટૂનો ક્રેઝ
ગરબા રમવાની શરતી મંજુરી મળતા બજારોમાં રોનક જાેવા મળી હતી. તે સાથે ચણિયાચોલી , કેડીયામાં કોરોનાની થીમ જાેવા મળઈ રહી છે. તે સાથે ટેટુમાં પણ વિવિધ થીમ જાેવા મળી રહી છે. કોરોના નાથવા માટેના ઉપાય પર અનેક લોકો ટેટૂ ચિતરાવીને લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેને લોકો ક્રેઝની જેમ અપનાવી રહ્યા છે.
કલાકારોમાં મંદીનો માહોલ
શેરી ગરબાને મંજુરી મળતા વિવિધ શેરીઓમાં લાઉડ સ્પીકર અને ડી.જેના માધ્યમથી ગરબા વગાડીને રમવામાં આવશે. પરતું ગાયક કલાકારો તેમજ વાદ્ય વાદકોને આ વર્ષે કોઈ પણ પ્રકારનું કામ ન મળતા કાલાકરોમાં ભારે નારાજગી જાેવા મળી હતી. અનેક કલાકારોના ઘર નવરાત્રીની આવક પર ચાલતા હોવાથી તેઓમાં ચીંતાનું મોજુ ફરી વડ્યુ છે.