01, ફેબ્રુઆરી 2021
1485 |
લુણાવાડા, કોરોના વાયરસના સંક્રમણનો અંત લાવવા દેશ અને ગુજરાતમાં કોરોના રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે.આ અભિયાન અંતર્ગત સરકારી સેવાના ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને કોરોના વેકિસન આપવાનો આજથી જિલ્લાભરમાં પ્રારંભ થતાં જિલ્લા કલેક્ટર આર. બી. બારડે લુણાવાડા ખાતે વેકિસન સેન્ટર ઉપર જઇને રસી મૂકાવીને જિલ્લાના નાગરિકોને પ્રેરક સંદેશો આપ્યો હતો.
કલેકટર બારડે વેકિસનેશનનું કવચ ગ્રહણ કર્યા બાદ જિલ્લાના નાગરિકોને આ કોરોના વેકસીન સંપૂર્ણ સલામત છે, કોઈ આડઅસર નથી અને કોઈ ચિંતાનું કારણ પણ નથી અને કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીન લેવી જરૂરી હોઇ જયારે આપણો વેકિસનેશન માટેનો વારો આવે ત્યારે વેકિસનેશન કરાવી લેવાની અપીલ કરી હતીકલેક્ટરએ જિલ્લામાં પ્રથમ તબકકામાં આરોગ્યના ૫૫૦૦થી વધુ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ રસીનું કવચ ગ્રહણ કરી ચૂકયા છે. જેઓને કોઇ આડઅસર થયેલ નથી. અને આજે બીજા તબકકામાં મહેસુલી, પોલીસ, નગરપાલિકા, ડીઝાસ્ટર મેનેજમેન્ટ જેવા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને રસી મૂકવામાં આવી રહી હોવાનું જણાવી જિલ્લા-તાલુકાના તમામ ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ આ અભિયાનમાં સહભાગી બની રસી મૂકાવી રહ્યા હોવાનું કહ્યું હતું.