16, સપ્ટેમ્બર 2020
396 |
મોરબી-
કાલિકા પ્લોટનો રહેવાસી આરીફ ગુલામ મીર વર્ષ 2011માં રાજ્ય સેવક પર હુમલો કરવાના ગુન્હામાં મોરબી ચીફ કોર્ટમાં કેસ ચાલી જતા વર્ષ 2018માં આરોપી અને તેના બે સાગરિતને બે વર્ષની સજા થઇ હતી. આ સજા સામે સેશન્સ કોર્ટ મોરબી ખાતે અપીલ કરતા સેશન્સ કોર્ટે એક આરોપીની સજા માફ કરી આરીફ મીરને પાંચ વર્ષની સજા કરી હતી. આ આરોપી નાસતો ફરતો હતો, જેથી ધરપકડ વોરંટ ઇસ્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ આરીફ ગુલામ મીર સફેદ કલરની ક્રેટા કાર લઈને અમદાવાદ તરફથી માળિયા થઇ મોરબી આવી રહ્યો છે. જે બાતમીને પગલે એલસીબીની ટીમે વોચ ગોઠવી અને માળિયા ભીમસર ચોકડી પાસેથી આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઝડપાયેલ આરોપી મોરબી શનાળાના હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા કરણસિંહ ઝાલા વચ્ચે દુશ્મનાવટ ચાલતી હતી.વર્ષ 2017માં પકડાયેલ આરોપીના ભાઈ મુસ્તાક મીરનું ખૂન થયેલ અને વર્ષ 2018માં આરોપી પર જીવલેણ હુમલો થયો હતો. આ ઝડપાયેલ આરીફ મીર સામે રાજ્ય સેવક પર હુમલો ઉપરાંત ખૂન, ખૂનની કોશિશ, દારૂ, મારામારી અને રાયોટીંગ સહીત 24 ગુન્હા નોંધાયેલા છે.