સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલે હવે રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે પ્રવર્તન નિર્દેશાલયે રિયા ચક્રવર્તીને સમન ઈસ્યૂ કર્યું છે.બુધવારે સુપ્રીમ કોર્ટમાં બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની સુશાંત કેસને પટણામાંથી મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજીની સુનાવણી થઈ હતી. જસ્ટિસ ઋષિકેશ રોયની આગેવાની વાળી ખંડપીઠે સુશાંત કેસની તપાસ પર મહારાષ્ટ્ર અને બિહાર પોલીસ પાસેથી ૩ દિવસમાં જવાબ માંગ્યો છે.
તેમણે 7 ઓગસ્ટે મુંબઈ કાર્યાલયમાં એજન્સી સામે ઉપસ્થિત રહેવું પડશે. ઉલ્લેખનીય છેકે એ વાત સામે આવી ચૂકી હતી કે સુશાંત સિંહ સાજપૂત કેસમાં પ્રવર્તન નિદેશાલય ટૂંક સમયમાં રિયા ચક્રવર્તીને સમન રજૂ કરશે. આ માટે ઈડીએ પોતાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ઈડીએ આ માટે સવાલોની લાંબું લીસ્ટ તૈયાર કરી રહી છે.
ઈડી રિયા ચક્રવર્તીને તેના મુંબઈ સ્થિત જૂના એસ્ડ્રેશ અને ઈમેઈલ થકી સમન મોકલવામાં આવશે. સૂત્રો પ્રમાણે ઈડીની મુંબઈ બ્રાન્ચ રિયાથી ત્રણ ચરણોમાં પૂછપરછ કરવામાં આવશે. જેના માટે ઈડીએ પ્રશ્નોનું લિસ્ટ તૈયાર કર્યું છે. પહેલા ચરણમાં વ્યક્તિગત જાણકારીઓ માંગવામાં આવશે. જેમાં પિતાના નામ, સ્થાયી અને સ્થાનિક એડ્રેસ અને પરિવારના સભ્યો અંગે તમામ જાણકારીનો સમાવેશ થાય છે.