ગાંધીનગર ખાતે સાંજે 5 કલાકે કેશુબાપાના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2020  |   2871

અમદાવાદ-

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું આજે નિધન થયું છે. કોરોનાને મ્હાત આપ્યા બાદ પણ તેઓ જીવન સામેની જંગ હારી ગયા છે. તેમનું સ્વાસ્થ્ય છેલ્લા કેટલાક સમયથી ખરાબ રહેતું હતું. જ્યારે આજે સવારે તેમની તબીયત વધારે ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેશુભાઈ પટેલના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે અને આજે સાંજે 5 કલાકે ગાંધીનગર સેક્ટર 30 ખાતેના સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution