25, ઓગ્સ્ટ 2021
વોશ્ગિંટન-
યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાન માંથી લોકોની નિકાસીની સમય સીમા સંભવ: નહીં વધારવામાં આવે. આંશિક રીતે એકતા પ્રદર્શિત કરતા G-7 નેતા ભવિષ્યમાં તાલિબાન-નીતી અફઘાનિસ્તાન સરકારની સાથે ચર્ચા અને માન્યતાને શર્તોની સાથે સ્વીકારવા પર સહમત થયા હતા. જોકે હજારો અમેરીકાવાસી અને યુરોપીયન તથા અન્ય દેશના નાગરિકો અને બધા જોખમગ્રસ્ત અફધાનની સુરક્ષિત નિકાસી સુનિશ્ચિત કરવા માટે કાબુલ એરપોર્ટ પર અમેરીકી અભિયાનનો વિસ્તાર ન કરવા માટે નિરાશા વ્યક્ત કરી છે. G-7 સમૂહના નેતાઓએ ડિજીટલ રીતે તાત્કાલીક બેઠક બાદ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, " અફઘાનિસ્તાનમાંથી વિદેશીઓ અને અફઘાન ભાગીદારીઓની સુનિશ્ચિત નિકાસી તાત્કાલિક પ્રાથમિક્તા બની છે". નેતાઓને દબાણ આપીને કહેવામાં આવ્યું છે કે," અફઘાન પક્ષનું આંકલન તેના વ્યવહાર દ્વારા કરવામાં આવશે" અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા વચ્ચે G-7ના નેતા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા આ યુદ્ધગ્રસ્ત દેશમાંથી લોકોની નિકાસી માટે સમય વધારવામાં નહી આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે તાલિબાનના વ્યવહારના આધારે સહયોગનો રોડમેપ બનાવવામાં આવશે. જોકે તે પહેલા તાલિબાને કહ્યું હતું કે, " જો સમયસીમા વધારવામાં આવશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે "