ગાંધીનગર-

છત્રાલ GIDCમાં આજે સોમવારની વહેલી સવારે એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાના સમાચાર કલોલ નગરપાલિકા ફાયર ટીમને આપવામાં આવતા બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, ગાંધીનગર ફાયર બ્રિગેડ, કડી ફાયર બ્રિગેડ અને ONGCની ફાયરબ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. કેમિકલ બનતું હોવાના કારણે આગ ભયાનક રીતે આગળ વધી રહી હતી. ત્યારે તમામ જગ્યાની ફાયરની ટીમના કર્મચારીઓ દ્વારા લાખો લિટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો. પરંતુ આ સમગ્ર ફેક્ટરી આગમાં સ્વાહા થઈ ગઈ હતી. જોકે, કોઇ જાનહાનિ થઇ ન હતી.