ભારે હોબાળા બાદ ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2020  |   2475

ગાંધીનગર-

નવા સીમાંકન મુજબ સભ્યપદ રદ થયાંનું જાહેરનામું પ્રસિદ્ધ થવા છતાં ભાજપના છ સભ્યોએ મતદાન કરવા દેવાનો આગ્રહ કરી ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે સભામાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને અફરા તફરીનો માહોલ સર્જાયો હોવાનું કારણ દર્શાવી પ્રાંત અધિકારીએ ચૂંટણી મુલતવી રાખી દીધી છે. ચૂંટણી હવે ક્્યારે યોજવી તે અંગેની કોઈ જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

ગાંધીનગર તાલુકા પંચાયતમાં બહુમતિ સભ્યો હોવા છતાં અઢી વર્ષ સુધી સત્તા વિહોણી કોંગ્રેસને બુધવારે સત્તા હાંસલ થાય તેવા સંજાેગો ઉજળા બન્યા હતા. તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદત પુરી થતાં નવા પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાવાની હતી. પરંતુ અવ્યવસ્થા સર્જાતા ચૂંટણી મુલતવી રાખવાની ફરજ પડી છે.

પ્રમુખ પદ માટે કોંગ્રેસમાંથી ટીંટોડા બેઠકના ગોપાળજી સેંધાજી ઠાકોરએ ફોર્મ ભર્યું હતું. જ્યારે ભાજપમાંથી સરઢવ બેઠકના દીપકભાઈ અંબાલાલ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. ઉપપ્રમુખ પદ માટે ભાજપે વર્તમાન ઉપપ્રમુખ અને શિહોલી બેઠકના જગદીશ પટેલને ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસ તરફથી રૂપાલ બેઠકના સુરેશ પટેલને ઉમેદવારી નોંધાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution