રાજપીપળા, નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ગંગાપુર શાળાના શિક્ષકનું કોરોના વિરોધી વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ ૨૩ માં દિવસે કોરોનાને કારણે મૃત્યુ થઈ હોવાની ઘટના બની છે.નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગંગાપુરની શાળામાં ધોરણ ૯-૧૦ માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઠાકોરભાઈ પ્રતાપસિંહ રાજે પણ ગંગાપુર  ખાતે ૧૬/૦૩/૨૦૨૧ ના રોજ કોરોના વિરોધી વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.દરમિયાન એમને ૩-૪ એપ્રિલના રોજ તાવ આવ્યો, અચાનક ૫/૦૪/૨૦૨૧ ના રોજ બપોરે એમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી.એમનો મિત્ર ડેડીયાપાડા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાંથી એમને રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં લવાયા.ત્યાં એમનો એન્ટીજન કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો.ઠાકોરભાઈ પ્રતાપસિંહ રાજને ૮ઃ૩૫ વાગે ગંભીર હાલતમાં રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા અને ઓક્સિજન લેવલ સતત ઘટવાને લીધે રાત્રે ૧૧ઃ૩૦ વાગે એમનું મૃત્યુ થયું હતુ.