/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

Paytmથી બુક કરાવતા ગેસ સિલિન્ડર મળી શકે ફ્રી

દિલ્હી-

એલપીજી સિલિન્ડર બુકિંગ માટે મોટી સંખ્યામાં લોકો પેટીએમ નો ઉપયોગ કરી રહ્યા છે. પેટીએમ હવે એલપીજી સિલિન્ડર બુકિંગ માટે દેશના સૌથી મોટા પ્લેટફોર્મ બની ગયું છે. પેટીએમ પોતાના ગ્રાહકો માટે થોડાક દિવસના અંતરાળમાં અનેક ઓફર લઈને આવતું રહે છે. રાંધણ ગેસ ગ્રાહકો માટે ફરી એક વાર શાનદાર ઓફર રજૂ કરી છે. જાે તમે આ ઓફરનો ઉપયોગ કરો છો તો તમે ઓછામાં ઓછા એક ગેસ સિલિન્ડરના પૈસા બચાવી શકો છો. એટલે કે આપને ફ્રીમાં એલપીજી ગેસ સિલિન્ડર મળી શકે છે.

આ ઓફરનો ફાયદો માત્ર એ લોકોને આપવામાં આવશે જેઓ પહેલીવાર ઁટ્ઠઅંદ્બથી ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી રહ્યા છે. ઓફરનો ફાયદો ઉઠાવવા માટે સૌથી પહેલા આપને પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરવું પડશે. જાે તમે પોતાના ગેસ સિલિન્ડરને બુક કરાવો છો તો આપને ભારે કેશબેક મળી શકે છે. આપને પોતાનું ગેસ સિલિન્ડર બુક કરવો પડશે. ત્યારબાદ આપને ૭૦૦ રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આ લાભ પહેલીવાર ગેસ સિલિન્ડર બુકિંગ પર જ મળી રહ્યો છે.

અંદ્બની આ ઓફર ત્યારે કામ કરશે જ્યારે આપની બુકિંગ અમાઉન્ટ ૫૦૦ રૂપિયા કે તેનાથી વધુ હશે. આ ઓફર માત્ર ૩૧ જાન્યુઆરી સુધી લાગુ કરવામાં આવી છે. જ્યારે તમે પેમેન્ટ કરશો ત્યારે આપને એક સ્ક્રેચ કૂપન મળશે. આ કૂપન બુકિંગના ૨૪ કલાકની અંદર આપને મળી જશે. આ કૂપનને તમારે ૭ દિવસની અંદર ખોલવાની રહેશે. ત્યારબાદ આપના એકાઉન્ટમાં કેશબેક થઈ જશે. ૫૦૦ રૂપિયા સુધીના આ કેશબેક પેટીએમ એપના માધ્યમથી પહેલી વાર એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવનારા ગ્રાહક પણ મેળવી શકે છે. ગ્રાહક લાભ ૩૧ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી જ લઈ શકે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution