ગૌહર-જૈદના લગ્નની વિધિઓ શરૂ, પહેલા દિવસે ચિક્સા ફંક્શન યોજાયું
22, ડિસેમ્બર 2020 1485   |  

મુંબઇ 

'બિગ બોસ' ફેમ ગૌહર ખાન અને સંગીતકાર ઇસ્માઇલ દરબારના દીકરા જૈદ દરબારના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઈ છે. જૈદ અને ગૌહરનું કપલ નેમ GaZa છે. તેમણે તેમના વેડિંગના પહેલા ફંક્શનનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પહેલા દિવસે કપલની ચિકસા સેરેમની થઇ, જેના વિશે ગૌહર અને જૈદે એક જ કેપ્શન સાથે ફેન્સને જાણકારી આપી છે.


ગૌહર અને જૈદે કપલ ફોટો શેર કરી લખ્યું છે, 'જ્યારે મારો અડધો ભાગ તારા અડધા ભાગને મળ્યો અને એક થયો ત્યારે બેટર હાફ બન્યા. અમારા સુંદર પળ. અલહમદુલ્લીલાહ. ગાજા સેલિબ્રેશનનો પહેલો દિવસ, ચિકસા.' ગૌહર અને જૈદની ઉંમરમાં 11 વર્ષનો ગેપ છે. પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કર્યા બાદ બંને મિની હોલિડે પર દુબઇ પણ ગયા હતા.

બંને મુંબઈમાં ITC મરાઠા લક્ઝરી હોટેલમાં નિકાહ કરવાના છે જ્યારે પ્રી વેડિંગ શૂટ પુણેની જાધવગઢ હોટેલમાં થયું. આ લગ્નમાં ગૌહર અને જૈદના પરિવારના નજીકના સંબંધી અને મિત્રો જ સામેલ થઇ શકશે. કોરોના મહામારીને કારણે મહેમાનોનું લિસ્ટ ટૂંકું રખાયું છે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution