26, ડિસેમ્બર 2020
792 |
મુંબઇ
શુક્રવારે સવારે નિકાહ સેરેમની બાદ સાંજે ગૌહર ખાન અને ઝૈદ દરબારનું રિસેપ્શન યોજાયું હતું. આ ફંક્શનમાં ફિલ્મમેકર સંજય લીલા ભણશાલી, ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા, ટીવી એક્ટ્રેસ પંખુડી અવસ્થ સહિતના સ્ટાર્સ ઉપસ્થત રહ્યા હતા. નવદંપતીનું રિસેપ્શન ITC મરાઠા હોટેલમાં યોજાયું હતું. જ્યાંની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે.
રિસેપ્શનમાં ગૌહર અને ઝૈદ અલગ કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા. ગૌહર ખાને મરુન અને સિલ્વર કલરનો લહેંગો પહેર્યો હતો. જેમાં સિલ્વર કલરનું જીણું હાથકામ કરેલું હતું. લહેંગાની સાથે તેણે ઓફ શોલ્ડર સિલ્વર બ્લાઉઝ પહેર્યો હતો. તેમજ માથા પર મરુન દુપટ્ટો ઓઢ્યો હતો. લૂકને પૂરો કરવા માટે તેણે હેવી નેકલેસ પહેર્યો હતો તેમજ વાળમાં માથાપટ્ટી લગાવી હતી. રિસેપ્શન લૂકમાં ગૌહર સુંદર લાગી રહી હતી. તો ઝૈદે બ્લેક કલરની શેરવાની અને બ્લેક પાયજામો પહેર્યો હતો.
ગૌહર અને ઝૈદે હાથમાં હાથ પરોવીને રિસેપ્શન પ્લેસ પર એન્ટ્રી મારી હતી અને આ દરમિયાન તેમણે ફોટોગ્રાફર સામે પોઝ આપ્યા હતા. આટલું જ નહીં તેમને મીઠાઈઓ પણ આપી હતી.#GaZaના રિસેપ્શનમાં ગૌહરની મોટી બહેન નિગાર ખાન પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. જે ગોલ્ડન શરારાની સાથે મહેંદી ટોપ પહેરીને આવી હતી.આ સિવાય ઈસ્માઈલ દરબાર, ફરઝાના દરબાર (ઈસ્માઈલની એક્સ પત્ની), આયેશા દરબાર (ઈસ્માઈલની પત્ની), ઝૈદના ભાઈ-બહેન અવેઝ અને અમાને પણ ફોટોગ્રાફર સામે પોઝ આપ્યા હતા.