અમદાવાદ-

ગોવાના CM પ્રમોદ સાંવત અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને શુભકામનાઓ પાઠવવા માટે થઈ ગુજરાત આવ્યા છે. CM પ્રમોદ સાંવત બપોરે રાજભવન શપથવિધિમાં હાજર રહેશે ત્યારે મુખ્યમંત્રી પ્રમોદ સાંવતે જણાવ્યું કે ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ આપવા ગુજરાત આવ્યો છું, નવા CMના નેતૃત્વમાં ગુજરાત વધુમાં વધુ વિકાસ કરશે તેવો વિશ્વાસ છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શનમાં ગુજરાત વધુ પ્રગતિશીલ બનશે ત્યારે તેમને વધુમાં વધુમાં શુભકામનાઓ પાઠવું છું. ગુજરાતના નવા CM ભુપેન્દ્ર પટેલ રાજભવન 17માં મુખ્યપ્રધાન તરીકે શપથવિધિ લેવાના છે. જે માટે થઈ ગોવા, કર્ણાટક, હરિયાણા અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન હાજર રહેવાના છે.