13, ફેબ્રુઆરી 2021
495 |
ગોધરા-
ગોધરા શહેર ભાજપ મહામંત્રીએ રાજીનામું આપી દેતા ભાજપને ફટકો પડ્યો છે. મુકેશ જયસ્વાલે વોર્ડ નંબર 2માંથી અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમનો આક્ષેપ છે કે પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના થતી હોવાને લીધે તેમણે રાજીનામું આપ્યું છે. ગોધરા પાલિકાના વોર્ડ નંબર 2માં પોતાની સાથે અન્ય 3 અપક્ષ ઉમેદવારો સાથે તેમણે ઉમેદવારી નોંધાવી છે.