દિલ્હી-

કોરોના વાયરસની બીજી લહેરમં આર્થિક અનિશ્ચિતતાઓની વચ્ચે સોનાની કિંમતમાં ઉતાર ચડાવ જાેવા મળી રહી છે. સોનામાં મોટા રોકાણકારોના રોકાણથી કિંમત વધી રહી છે. પંરતુ તેની ફિઝિકલ માગ ઘટી છે. લગ્ન અને તહેવારની સીઝન બાદ સોનાની કિંમત વધારે નથી વધી. આજે એમસીએક્સમાં સોનું ૦.૨૩ ટકાની તેજી સાથે ૪૭૧૦૮ પ્રતિ ૧૦ ગ્રામ ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી ૦.૨૭ ટકાની તેજી સાથે ૬૯૮૦૯ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. ઓગસ્ટ ૨૦૨૦માં સોનાની કિંમત ૫૬૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ હીત. માટે હજુ પણ સોનું આ સપાટીથી ૯૧૦૦ રૂપિયા નીચું છે. જ્યારે ચાંદી પણ પોતાની રેકોર્ડ સપાટીથી ૧૦૧૦૦ રૂપિયા સસ્તી છે.

ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે અનેક રાજ્યોએ લોકડાઉન અને સ્થાનીક સ્તરે નિયંત્રણઓ લાદવામાં આવ્યા છે. એવામાં આર્થિક ગતિવિધિ અટકી જવાનું જાેખમ છે. આર્થિક અનિશ્ચિતતાના આ સમયમાં સોનામાં રોકાણ વધી જાય છે. કારણ કે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળે છે. માટે જાે તમે સોનું ખરીદવા માગતા હો તો હાલમાં સારી તક છે. આવનારા દિવસોમાં ભલે સોનાની માગ ન હોય પરંતુ ભાવ ઉછળવાની સંભાવના છે. જ્વેલરી અને રિટેલ ખરીદી ન પણ વધે તો પણ મોટા રોકાણકારો હેજિંગ તરીકે તેમાં રોકાણ કરી શકે છે અને તેના કારણે કિંમત પણ વધી શકે છે.

હાલમાં ઘરેલુ માર્કેટમાં સોનામાં તેજી જાેવા મળી રહી છે. ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે સોનામાં તેજીનો જમકારો જાેવા મળ્યો છે. સાથે જ કોરોના વાયરસના નવા કેસમાં આવેલ ઉછાળાને કારણે પણ રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે. તેનાથી સોનાની કિંમત હજુ પણ વધવાની શક્યતા છે. આશા છે કે આવનારા દિવસોમાં સોનાની કિંમતમાં સારી એવી તેજી થઈ શકે છે. હાલમાં દેશમાં સોનાની આયાત વધી રહી છે. માટે કહેવાય છે કે, આવનારા દિવોસમાં રિટેલ ખરીદદારો પણ સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળી શકે છે. તેનાથી સોનામાં એક નવી તેજી જાેવા મળી શકે છે.